SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પણ માટીના એ મસ્તક બનાવી લાખના ર'ગથી રંગી સાંજને વખતે રાજા પાસે ગયા અને પ્રથમ રાજપુત્રના એ અશ્ર્વા સાંપી દૂરથી મસ્તક બનાવીને મેલ્યા કે – હૈ સ્વામિન્ ! આપના હુકમ પ્રમાણે કર્યું છે.' રાજાએ કહ્યું કે – એ ખને મસ્તક ગામની બહાર ખાડામાં નાંખી દે.' માતગ મેલ્યે કે‘આપની આજ્ઞા પ્રમાણે કરીશ.' એમ કહીને તે પેાતાને ઘેર ગયા, પેલી દુષ્ટ રાણી સંતુષ્ટ થઈને અત્યંત હર્ષિત થઈ છતી ચિંતવવા લાગી કે – રાજાએ તેને મરાવી નાખ્યા તે બહુ સારૂ કર્યું.” ૪૦૦ હવે સાહિસક એવા તે અને રાજપુત્રો નિરતર પ્રયાણ કરતાં કેટલેક દિવસે એક મેાટી અટવીમાં આવી પહોંચ્યા કે જ્યાં એક બાજુ શાલ, હિં...તાલ, પ્રિયાલ અને સરલ વૃક્ષે અને બીજી બાજુ નાગ, પુન્નાગ, લવિંગ, અગરૂ અને ચંદનવૃક્ષા, એક બાજુ ચિંચા, આમ્ર, જબીર, કપિત્થ અને અશ્વત્થ અને ખીજી માજી બકુલ, કાલ; પાટલ, અશાક અને ચ'પક; કયાંક ન્યગ્રોધ, મંદાર, પિચુમંદ અને હરીતક અને કયાંક ચંપક, અશાક અને પારિષ્ટ વિગેરે વૃક્ષ શેાભી રહ્યા છે. વળી જ્યાં હાથી, પાડા, વાઘ, સિંહ, ચિત્રા અને શૂવર તથા ભૂત, પ્રેત અને પિશાચ વિગેરે સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરી રહ્યા છે. એવી તે અટવીમાં પહોંચ્યા. પછી ક્ષુધા અને સંતાપને હરનાર એવા એક આમ્રવૃક્ષ નીચે તેમણે વિસામે લીધા. ત્યાં નિળ નદીના જળથી અને આમ્રવૃક્ષ ફળથી તેમણે પ્રાણવૃત્તિ કરી. એવામાં આસ્તે આસ્તે તેજરહિત થઈને સૂર્ય અસ્ત પામ્યા
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy