________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૧૧
પ્રત્યક્ષ દેખાય પણ છે, માટે તેને ત્યાગ કરે. “બે દિવસ ઉપરાંતના દહીંમાં છત્પત્તિ થાય છે તે શી રીતે સમજાય?” તેના ઉત્તરમાં કહે છે કે-“તેમાં શાસ્ત્ર પ્રમાણ છે. કહ્યું છે કે – જે મગ, અડદ વિગેરે દ્વિદળમાં કાચું ગેરસ પડે, તે તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. અને બે દિવસ ઉપરાંતના દહીંમાં પણ ત્રસ જી ઉપજે છે. વળી એમ સાંભળવામાં આવે છે કે ધનપાળ પંડિતને પ્રાતબેધવા માટે આવેલા તેમના બંધુ શબનમુનિએ બે દિવસ ઉપરાંતના દહીંના વાસણ ઉપર અળતાનું પુંભડું પડીને તેની ઉપર ચાલતા જીવ બતાવી આપ્યા તેથી તેને પ્રતિબંધ થયે.” આ પ્રમાણે બાવીશ અભ વર્જનીય છે.
હવે અનંતકાય બત્રીશ છે, તે પણ ત્યાજ્ય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે – | સર્વ જાતિના કંદ–૧ સૂરણકંદ, ૨ વાકંદ, ૩ આ હરિદ્રા (લીલી હળદર). ૪ આદ્રક (આદુ), ૫ આધ્વંકચૂરો, ૬ શતાવરી, ૭ બિરાલી, ૮ કુંઆર, ૯ અર, ૧૦ ગડૂચી, ૧૧ લસણ, ૧૨ વશ કારેલા, ૧૩ ગાજર, ૧૪ લૂણી, ૧૫ લઢક, ૧૬ ગિરિકર્ણિકા (ગરમ), ૧૭ કિસલયપત્ર, ૧૮ ખરિશુકા, ૧૯ દેગી, ૨૦ આર્ટ્સ મુસ્તા (લીલી મેથ), ૨૧ ભ્રામરવૃક્ષની છાલ, ૨૨ ખિલેહડા, ૨૩ અમૃતવલી, ૨૪ મૂલક (મૂળાના કાંદા), ૨૫ ભૂમિરૂહ, ૨૬ દ્વિદળ ધાન્યના અંકુરા, ર૭ ઢંકવ©લો, ૨૮ સૂકરવલ્લ, ૨૯ પ્રથંક, ૩૦ કમળ આંબલી, ૩૧ આલુક (બટાટા) અને ૩૨ પિંડાલુએ ૩૨