________________
૧૧૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
એકદા રાત્રે અગાશી પર બેઠેલા ગુરૂ જાગતા હતા અને થાકના વશથી ત્રણે શિષ્યોને ભણતાં ભણતાં ક્ષણભર નિંદ્રા આવી ગઈ હતી. એવામાં આકાશમાં જતાં બે ચારણ શ્રમણ મુનિ તેમને જોઈને પરસ્પર કહેવા લાગ્યા કે “આ ત્રણ વિદ્યાર્થીઓમાં એક મેક્ષગામી છે અને બીજા બે નરકગામી .” આ પ્રમાણે સાંભળીને ક્ષીરકદંબક ઉપાધ્યાય તરત પ્લાન (ઉદાસ) મુખવાળા થઈને વિચારવા લાગ્યા કે “આ વચન ખરેખર દુખે સાંભળી શકાય એવું છે, મને ધિકકાર છે કે હું અધ્યાપક છતાં મારા શિષ્યો નરકે જાય; પરંતુ આ કેઈ પણ જ્ઞાનીનું વચન હેવાથી તે અસત્ય થાય એમ લાગતું નથી. તો પણ નરકે કેણુ જશે અને મેશે કેણ જશે તેની પરીક્ષા તે કરવી જોઈએ.” પછી તે જાણવાને માટે સવારે ગુરૂએ ત્રણેને પોતાની પાસે લાવ્યા અને તેમને એક એક લેટનો કુકડે આપીને કહ્યું કે જ્યાં કેઈ ન જુએ ત્યાં એને મારી નાખ” આ પ્રમાણેનું ગુરૂનું વચન સાંભળીને વસુ અને પર્વત તે પિતપિતાને આપેલ કુકડે લઈને શૂન્ય (નિર્જન) પ્રદેશમાં ગયા, અને ત્યાં તેમણે તેને મારી નાખ્યા. નારદ તે કુકડો લઈને નગરની બહાર નિજન પ્રદેશમાં જઈ સ્થિર ચિત્તે મનમાં ચિંતવવા લાગ્યો કે:-“ગુરૂરાજે એવી આજ્ઞા કરી છે કે-જ્યાં કેઈ ન જુએ ત્યાં એને મારવો. પરંતુ અહીં તે પક્ષીઓ અને વૃક્ષે જુએ છે.” પછી તે પર્વતની ગુફામાં ગયો અને ચિંતવવા લાગ્યું કે અહીં પણ લેકપાળ અને સિદ્ધ જુએ છે, માટે શી રીતે એને ઘાત કરૂં? પરંતુ ગુરૂરાજ દયાવંત અને હિંસાથી સર્વથા વિમુખ છે, તેથી તે હિંસા કેમ કરાવે?