________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મહિધર નામે હાથીનું ત્યાં આવવું. પ્રભુને જોઈને તેને જાતિ
સ્મરણ થવું. તેણે પ્રભુની કમળા વડે કરેલી પૂજા, તે વાતની નજીકમાં રહેલા ચંપાના રાજા કરકંડુને ખબર પડતાં તેનું ત્યાં આવવું. પ્રભુનું વિહાર કરી જવું. તેને ત્યાં પ્રભુની પ્રતિમાનું સ્થાપન કરવું. દેરાસર બનાવવું. તેનું કળિકુંડ નામે પ્રભાવિક તીર્થ થવું. હાથીનું મૃત્યુ પામી વ્યંતર દેવ થવું ને તે તીર્થના અધિષ્ટાતા બનવું.
પ્રભુનું શિવપુરીએ આવવું. ત્યાં કોશાબ નામના વનમાં કાઉસગે રહેવું. ધરણેને ઉપકાર સંભારીને ત્યાં આવવું. પ્રભુની ઉપર છત્ર ધરીને રહેવું, પ્રભુએ વિહાર કર, ઇંદ્રનું સ્વાસ્થાને જવું, લેકેએ અહિછત્રા નગરી વસાવી. - પ્રભુનું રાજપુર નગરે જવું. ઈશ્વર નામે રાજા રવાડી જતાં પ્રભુને દેખી નમવું, ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થવું. મંત્રીના પૂછવાથી પૂર્વભવ કહી બતાવ. પ્રભુએ વિહાર કરવો, રાજાએ ત્યાં દેરાસર કરાવવું, તેનું કુર્કટેશ્વર નામથી પ્રસિદ્ધ થવું.
પ્રભુએ કઈ તાપસના આશ્રમ પાસે કાઉસગ્ગ રહેવું, મેઘમાળીએ અવધિજ્ઞાનથી પૂર્વભવના વૈરી તરીકે ઓળખવું, તેનો ઉપસર્ગ કરવા આવવું, અનેક ઉપસર્ગો કરવા, હાથી, વાઘ, ચિત્તો, સાપ, વીંછી, દેવાંગના, ધુળને વરસાદ અને વેતાળના ઉપસર્ગો કરી વરસાદ વરસાવ. ભગવંતના નાકના અગ્ર ભાગ સુધી પાછું આવતાં આસનકંપથી ધરૂદ્રનું ત્યાં આવવું, તેણે