SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ હરિકુમાર ૨૩ દેશબંધુનું મિલન : વસુમતીના વચને સાંભળી મેં હા કહી અને એના સાથે જ હરિકુમારને મળવા ચાલે. હરિકુમારની પાસે પહોંચે ત્યારે એ પોતાના મિત્રોની વચ્ચે વાતે કરતે બેઠો હતો. મેં એને સભ્યતાની ખાતર પ્રણામ કર્યા. વસુમતીએ દેશબંધુ તરીકેની મારી ઓળખાણ કરાવી અને પરિચય આપ્યો. વસુમતીની વાત સાંભળી તરત જ મને પ્રેમથી ભેટી પડ્યો. પિતાના આસનના અડધા ભાગ ઉપર જોડે જ બેસાડ્યો. નેહના કારણે એની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એકી નજરે મને જોઈ રહ્યો. અરે ધન ! મારા પાલક માતા વસુમતીએ મને કહ્યું હતું કે હરિશેખર મારા પિતાના મિત્ર છે અને તું એમને લાડકવાયો પુત્ર છે. વળી મને લોકવાર્તાથી આ વાતની જાણ થઈ કે તું અહીં આવ્યા છે. ધન ! તું મારો ભાઈ છે. પ્રિયમિત્ર છે. મારું શરીર તું જ છે. જીવનસખા પણ તું જ છે. તું મારે મન સર્વસ્વ છે. ભાગ્યદેવતાની મધુરી પ્રસન્ન નજરના લીધે તારું આગમન અહીં થયું છે. આ વાત ઘણું સુંદર થઈ. લાભ માટે જ થયું છે. મેં કહ્યું હરિકુમાર ! મને વસુમતી માતાએ બધે વૃત્તાંત જણાવ્યું છે. આપ જેવા મોટા પુરૂષે મારા જેવા સામાન્ય માનવીને આવું સન્માન આપવું ન શોભે. મારા પિતાજી આપના પૂજ્ય પિતાજી કેશરીરાજાના અનુ.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy