________________
૨૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
પ્રમાણે કલસુંદરીને સગે। ભાઇ થાય છે. માટે હું પણ ધરણ સાથ પતિ સાથે રત્નદ્વીપ જાઉં અને એના મામા નીલક કને આ ભાણીએ સાંપી દઉં.
આ પ્રમાણેના વિચાર કરી, સાપતિની સ ́મતિ લઇ હું રત્નઢીપે આવી. મને બાળક ઉપર ઘણું વાત્સલ્ય હતું એટલે મારા સ્તનામાં દૂધ આપ્યું. ખાળક મારા સ્તનનું દૂધ પીને ઉછરવા લાગ્યું.
રત્નદ્વીપમાં પહોંચી મૈં. મહારાજા નીલકઠને બહેનના મૃત્યુના સમાચાર જણાવ્યા અને આ પુત્રરત્નના શુભ સમાચાર આપ્યા. નીલકંઠ રાજાને મહેનના મૃત્યુથી અપાર વિષાદ થયા અને ભાણેજના મીલનથી અત્યંત આનદ થયા.
મહારાજા નીલક એની સુંદર દેખભાળ રાખવા લાગ્યા. હરિકુમાર નામ રાખવામાં આવ્યું. બીજના નિશાકરની જેમ વૃદ્ધિ પામતા કેશરીરાજાના પુત્ર હરિ યૌવન વય પામ્યા છે. દરેક કળાઓમાં એ નિષ્ણાત બની ચૂક્યેા છે.
મે' હશ્કુિમારને એના પિતાના રાજ્યલાભની અને એની માતાના કરૂણ મૃત્યુ વિગેરેની વાતા જણાવી દીધી હતી. એણે હાલમાં આનંદપુરથી તમારા આવ્યાના સમાચાર જાણ્યા છે. તેથી પેાતાના દેશમ" તરીકે તમને મળવાની ઘણી ઈચ્છા ધરાવે છે. માટે વત્સ ! તું હરિકુમારની પાસે ચાલ.
* અહીં કલસુંદરી પાડે છે, પણ મૂળ ઊમિતિમાં કમલ સુંદરી નામ છે.