________________
૨૦
ઉપમિતિ કથા સારદ્વાર
તરીકે મને સાથે લઈ ગર્ભની રક્ષા કાજે ત્યાંથી ગૂપચૂપ રવાના થઈ ગયા.
કાળ રાત્રિને સમય હતે. ભયંકર ભેંકાર જંગલને વિષમ માર્ગ હતે. જતાં જતાં લગભગ રાત્રી પૂર્ણ થવા આવી હતી. સોનેરી ઉષા પિતાના કિરણે વેરવા તૈયાર થતી હતી એટલામાં અચાનક મારા મહારાણના શરીરના અંગેઅંગમાં અસહ્ય વેદના થવા લાગી.
મહારાણુએ મને કહ્યુંઃ સખી વસુમતી ! હું હવે આગળ એક ડગ ભરી શકું એમ નથી. મારે જીવ જાય એવી અસહ્ય વેદના મરોમમાં થાય છે. જરાય સહન થતું નથી.
મને થયું અચાનક આ વેદના કયાંથી? રાણું સાહિબા કે દિવસે ચાલ્યા નથી એટલે શરીર શ્રમથી શ્રમિત બન્યું હશે. મને અચાનક ખ્યાલ આવી ગયે, અરે ! જરૂર પ્રસૂતિને સમય નજીક આવી ગયા જણાય છે. એ વિના આવી વેદના સંભવે કયાંથી?
મેં વિચાર કરી રાણીબાને ધીરજ આપી. આપને પ્રસૂન તિને સમય નજીક છે એમ જણાવી એ માટેની હું તૈયારી કરતી હતી ત્યાં નાળ કપાઈ જવાથી કમલિની પટકાઈ જાય, એમ વેદનાથી આકૂળ વ્યાકૂળ બનેલા મહારાણી ધડ દઈને જમીન ઉપર પછાડ ખાઈ ગયા.
હાયની કીકીયારી કરતાં જાય અને આમતેમ પડખાં ફેરવતાં જાય. મહાદના ભેગવતાં પુત્રને જન્મ આપે અને