SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પહેલું ધનશેખર આનંદપુર અને એના અધિપતિ: આ મનુષ્યલોકમાં આનંદના ધામ જેવું આનંદપુર નામનું વિશાળ નગર હતું. દેવલોકની અમરાવતી કરતાં ચડીયાતું હતું. જે મનુષ્યની આંખે પલકારા ન મારતી હોય તે આ નગરીને જ અમરાવતી માનવા લલચામણ થઈ જાત. આનંદ, ઉલ્લાસ, વિલાસ, લાવણ્ય, તેજ અને મદભરી સૌરભથી ખરેખર સૌને આ નગર આનંદ આપતું હતું તેથી સાર્થક નામ આનંદપુર હતું. આનંદપુરના આવામાં જળહળતા મણિ–માણેક મતી જડવામાં આવેલા અને એ મણિ-માણેક મતીના ચળકતા પ્રકાશમાં રાત્રે પણ અંધકાર ફરકી શકતા ન હતા. મણિ– માણેકની દીપમાળાની જ્યોતિ સદાય ઝગમગતી રહેતી. આનંદપુરના અધિપતિ શ્રી “કેશરી” મહારાજા હતા. દન્ત શત્રુરૂપી હાથીઓના ગંડસ્થલ ભેદી નાખવામાં સિંહ
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy