SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ઉપમિતિ કથા સારોદ્ધાર આ પ્રસંગ જોઈ મને પણ આનંદ થયે. મને થયું કે કેઈ પણ રાજકુમારને જોઈ મંજરી કદી પ્રસન્ન બનતી ન હતી. આને પ્રસન્ન કરવું સહેલું ન હતું. છતાં આવી દુષ્કરdષાને આ રાજકુમારે પ્રસન્ન બનાવી દીધી છે. ધન્ય છે આ રાજકુમારને. અહાહા ! આ રાજકુમારનું રૂપ કેવું સુંદર છે. લાવણ્ય કેવું મઘમઘી રહ્યું છે? શરીરની સુડોળતાએ તે કમાલ કરી છે. ધન્ય છે વિધાતાને જાણે નિરાંતના સમયે એણે આ રાજકુમારને કંડારેલો લાગે છે. અમારી આ મંજરીને અને આ રાજકુમારને વેગ સંબંધ થાય તે ઘણું સરસ લેખાશે. કામદેવ અને રતિ જેવી સુગ્ય જોડી જામશે. વિધાતાએ સમય લઈને આ યુગલ ઘડી કાઢ્યું લાગે છે. આ બંનેની નજરો મલી ગઈ છે. એક બીજાના પ્રેમની આપ-લે થઈ ગઈ છે. ચાલો, આપણે જે કાર્ય માટે સફરે નિકળેલા તે કાર્ય પાર પડયું. હું વિચાર કરતી હતી એટલામાં મનમા રાજકુમાર અને એને મિત્ર બંને ઉભા થયા. એ ઉપવનની બહાર ચાલ્યા ગયા. મંજરીનું નિધાન છીનવાઈ ગયું હોય, સર્વસ્વ ચાલ્યું ગયું હોય એવી એ વિહળ બની ગઈ. મન વિનાની એ બની ગઈ. જલવિનાની મીન જેવી એની દશા બની ગઈ ' મેં કહ્યું, બહેન મદનમંજરી! તને આ રાજકુમાર ગમી ગયે લાગે છે. આપણે માત-પિતા પાસે જઈએ. આ વાત જણાવીએ. એઓ જરૂર અનુમતિ આપશે જ. આ રાજકુમાર સપ્રદપુરના રાજા શ્રી મધુવારણના સુપુત્ર જ હેવા
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy