________________
૧૯૬
ઉપમિતિ કથા સદ્ધાર મારામાં વિશેષ જ્ઞાન ન હતું. હું તને યથાર્થ સમજી શકતું ન હતું. જ્ઞાનસંવરણ રાજાનું મારા ઉપર વર્ચસ્વ હજુ હતું પણ તત્ત્વશ્રદ્ધાથી મારે આત્મા નિર્મળ બનતે જતે હતે.
___ तमेव सच्चं निस्संकं, जं जिणेहिं पवेइअं ॥ ' “પરમતારક જિનેશ્વર પરમાત્માઓએ જે કાંઈ કહ્યું છે, તે સર્વથા અને સર્વદા સત્ય ને શંકા વગરનું છે” આ વાત મારા હૈયામાં બરાબર ઠસી ગઈ આત્માના પ્રદેશમાં ભળી ગઈ. એ વચનમાં શંકાનું સ્થાન ન રહ્યું.
મને અલ્પજ્ઞાન જરૂર પ્રાપ્ત થયું પણ તના સૂક્ષમ રહસ્યનું જ્ઞાન ન થયું. ગુરૂદેવ સૂક્ષમત સમજાવવામાં ઘણાં જ સમર્થ હતાં ને એમના વચનમાં અપૂર્વ શક્તિ હતી, છતાં હું સૂકુમત સમજી શકતે ન હતું કારણ કે મારામાં સૂકમત સમજવાની ચેગ્યતા હજુ આવી ન હતી.
શ્રદ્ધામાં અને સૂક્ષ્મતત્વના જ્ઞાનમાં સ્વયોગ્યતા એ મુખ્ય કારણ છે. ગુરૂભગવતે માત્ર સહકારી કારણ છે. અર્થાત નિમિત્ત કારણ છે.' ગૃહિધર્મનું આગમન
ગ્રંથભેદ વખતે મારી જેટલી કર્મસ્થિતિ તૂટી હતી એમાં પપમ પૃથકવર કર્મસ્થિતિ વધુ તૂટી ગઈ, ત્યારે ચારિત્ર
૧ નિશ્ચયનયથી આત્માની યોગ્યતા જોઈએ અને વ્યવહારનયથી ગુરૂદેવનો યુગ જોઈએ તો મુખ્યતાએ સમ્યકત્વ થાય છે.
૨ પલ્યોપમ પૃથક—બેથી નવ પલ્યોપમને કાળ.