________________
ભવભ્રમણ અને વિકાસ
૧૯૫ મુનિશ્રીને કહ્યું કે “મારે કયા કર્તવ્યો જીવનમાં અમલ કરવા જોઈએ. તે આપ આજ્ઞા કરે.
ભદ્ર! સંસાર પ્રતિ નફરત કેળવવી જોઈએ. પરમાત્મા શ્રી વીતરાગદેવની પરમારાધના કરવી જોઈએ. સુસાધુ ભગવંતેને વન્દનાદિ કરવું જોઈએ. નવ તને અભ્યાસ અને ભાવથી શ્રદ્ધા કરવી જોઈએ, કુમતેને ત્યાગ અને સદાગમને નિશ્ચલ રીતે સ્વીકાર કરવું જોઈએ. રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન વિગેરેને નાશ કરવું જોઈએ. સદાગમન વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. એવું ગુરૂદેવે ફરમાવ્યું. સમ્યગ દશનનું આગમન :
ગુરૂદેવ મધુર શબ્દથી સમજાવતાં હતાં ત્યાં શ્રી સમ્યમ્ દર્શન વડાધિકારી મારી સમીપે આવી પહોંચ્યા. મારી કર્મની અભેદ્યગ્રંથીને ભેદ થઈ ચૂક્યો હતો એટલે હું સમ્યદર્શનને સારી રીતે જોઈ શક્યો. એના ઉપર મને બંધુત્વનું હેત જાગ્યું. મુનિના વચને માં મને સ્વયમેવ રુચિ થઈ. સહજરીતે એ શબ્દ ગમવા લાગ્યા.
ગુરૂદેવને મેં કહ્યું, “આપની જે આજ્ઞા હશે તેને હું સહર્ષ સ્વીકાર કરીશ.”
આ પ્રમાણે ઉત્તર આપી ગુરૂદેવને વંદના કરી હું મારા આવાસે ગયો. ત્યારથી સમ્યગદર્શનથી યુકત બને. મને શ્રદ્ધા થઈ ગઈ. મારું મિથ્યાવ અંધકાર અલોપ બન્યું. મારા આત્મામાં સમ્યગદર્શનની તિ પ્રગટ થઈ