________________
ઘન વાહન
૧૦૫
અકલંકને જન્મ અને મૈત્રી :
મહારાજા શ્રી જીમૂતને “નીરદ” નામના નાના ભાઈ હતા. એમને પદ્યનયના “પદ્માદેવી” પત્ની હતા અને “અકલંક” નામને જ્યોતિપુંજ સમે દિવ્ય પુત્ર હતે.
હું અને અકલંક ઘણુંજ આનંદ અને લાડકેડમાં મેટા થયાં. કલાચાર્ય પાસે કળાઓને સુંદર અભ્યાસ કર્યો. અનુ. કમે અમે સાક્ષાત્ મૂર્તિમંત યૌવનવયમાં આવી પહોંચ્યા.
અકલંક બાળકાળમાંથી જ નિર્મળ હદયવાળે હતે. શશવ અને યૌવનમાં પણ એના શુભ્ર ગુણ ટકી રહ્યા હતા. સુસાધુભગવંતની તત્ત્વજ્ઞાનની દેશનાઓ સાંભળી એ જિનશાસનને પરમ ઉપાસક બન્યું હતું. પરમતારક જિનશાસન ઉપર શ્રદ્ધા અને પ્રીતિ બંને હતા.
એક દિવસે હું અને અકલંક આનંદ ખાતર “બુધનન્દન” નામના ઉદ્યાનમાં કીડા કરવા ગયા. ત્યાં સુંદર, શીતળ અને શાંત જિનમંદિર જોવામાં આવ્યું.
અમે જિનમંદિરમાં ગયા અને પરમતારક દેવાધિદેવને નમસ્કાર-સ્તુતિ વિધિ કરી બહાર આવ્યા, ત્યાં સુંદર અને સૌમ્ય આકૃતિ ધરનારા સાધુ ભગવંતે અમારા જેવામાં આવ્યા. એમણે પણ દર્શનાદિ વિધિ કરી. અષ્ટમીને દિવસ હતું તેથી પ્રભુને વંદન કરી ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યું. બહાર આવી ઉદ્યાનમાં સ્વાધ્યાય કરવા જુદા જુદા શુદ્ધ સ્થળોએ તેઓ બિરાજમાન થયા.