________________
પ્રકરણ સાતમું
વિમળની દીક્ષા :
મહારાજા ધવલના આગ્રહથી પૂ૦ બુધસૂરીશ્વરજી મહારાજાએ પોતાના બેધનું કારણ દર્શાવ્યું. ધવલરાજ વિગેરેને દીક્ષા માટે ઉપદેશ આપે. ઉપદેશમાં આગળ ચલાવ્યું.
હે નરપતિ! વિશ્વવંચક સ્પશન વિગેરે ધૂર્તસમ્રાટથી કેણ ઠગાતું નથી? મહામહ વિગેરે પાપાત્માઓ દ્વારા કોણે હેરાનગતિએ ભેગવી નથી? સહુ કે ઠગાયા છે એ ધૂર્તરાજેથી અને સહુ કે દુઃખી બન્યા છે એ મહામહાદિથી.
આપને આ ભાવશત્રુઓથી વિરાગ થઈ રહ્યો હોય, સંસારની સુખસાહ્યબીઓને તિલાંજલિ આપવાનું મન થયું હોય, તે કલ્યાણ પરંપરાની કામધેનુ જેવી નિર્મળા દીક્ષાને આપ સૌ સ્વીકાર કરે. શુદ્ધ સંયમ વિના શ્રેયની સિદ્ધિ શકય નથી.
અજ્ઞાનરૂપ સર્પોના ઝેરનું નિવારણ કરવામાં સમર્થ એવી અમૃતમયી ગુરૂભગવંતની દેશના સાંભળી મહારાજા ધવલ અને તત્રસ્થિત જનગણના હૃદયમાં સંવેગના ઝરણાં વહી નિકળ્યા.
મહારાજા ધવલ દીક્ષા લેવા અતિ ઉત્સુક બની ગયા. પિતાના ગુણશીલ પુત્ર વિમળને જણાવ્યું, વત્સ! તું આ રાજ્યગાદીને ગ્રહણ કર અને અમે દીક્ષા ગ્રહણ કરીએ.