________________
૪૨૦
ઉપમિતિ કથા સારિદ્વાર તરત જ શરીરમાં ફેલાયું અને મૂછ આવી ગઈ. થોડીવારમાં તે એના પ્રાણે પરલોકની મુસાફરીએ ઉપડી ગયા. બુધ કુમારની દીક્ષા :
મંદકુમારના મૃત્યુથી બુધ કુમારને ઘણ ઉપર ભારે તિરસ્કાર આવ્યા. ઘાણના ત્યાગને ઉપાય માર્ગોનુસારિતાને પૂછયે.
માર્ગોનુસારિતાએ જણાવ્યું, ભાઈ ! તમે સદાચાર પરાયણ તમારું જીવન બનાવી દે. સાધુ મહાત્માઓની વચ્ચે રહેવાને નિર્ણય કરે. એમ થવાથી આ ઘાણ તમારી પાસે હશે તે પણ એ જરાય દોષનું કારણ નહિ થાય. એ ઘાણ તજાએ તમારે જાણ. સંપૂર્ણ ત્યાગ પણ થઈ જશે. -
માર્ગનુસારિતાના વચને સાંભળી એના અમલીકરણ કાજે ગુરૂદેવની સાનિધ્યમાં પહોંચી ગયા. મુક્તિગમનની ઈચ્છાએ તીવ્ર વેગ પકડ્યો. ગુરૂભગવંતે મુક્તિપ્રદા પ્રવજ્યા બુધકુમારને સુગ્ય સમજી આપી.
આચાર વિચારમાં એ શ્રેષ્ઠ હતે, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાને પૂર્ણ અભ્યાસી બન્યું. તપ ત્યાગના પ્રતાપે અનેક લબ્ધિઓને સ્વામી બજે. સુગ્ય સાધુઓમાં એની ગણના થવા લાગી. ગુરૂદેવે યોગ્ય જાણું આચાર્ય પદવી આપી અને ગણને નાયક બનાવ્યું.
હે રાજન ! તે બુધસૂરિ હું પોતે જ છું. આપને સૌને બંધ થાય એ ખાતર ગ૭ને અન્ય સ્થળે રાખી હું એકલો આવેલે છું.