________________
મામા-ભાણેજ જે પર્વત ઉપર ઉભા હતા એના શિખર ઉપર “જૈન નગર” હતું. ત્યાં વસનારા જૈનમુનિઓનું વર્ણન કર્યું. એમના યમ, નિયમ, વ્રત, શક્તિ વિગેરે જણવ્યા. “સંતોષ” સેનાનીને જોવાની ઈચ્છા થઈ એટલે એ બન્ને જૈન નગરે ઉપડયા.
મામાએ “ચિત્તસમાધાન” મં૫, “નિષ્કતા” વેદિકા, “જીવવી” સિંહાસન, એ સિંહાસન ઉપર બિરાજેલા “ચારિત્રધમરાજ” એમના “દાન, શીલ, તપ અને ભાવ” એમ ચાર મુખે, “વિરતિ” રાણી, “સામાયિક, છેદે પસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત” આ પાંચ મિત્રો, એને મેટ પુત્ર “યતિધર્મ” યતિધર્મના “ક્ષમા, માદવ આજવ, મુક્તતા, તપાગ, સંયમ, સત્ય, શૌચ, આર્કિન્ય અને બ્રહ્મચર્ય” એ દશ મનુષ્યો, એના પત્ની “ સદ્ભાવસારતા” અને બીજા પુત્ર “ગૃહિધમ” તથા એના પત્ની “સદ્ગુણરક્તતા” વિગેરેની સમજુતી આપી.
પરિચય સાંભળી ભાણે ગેલમાં આવતો હતો. મામાએ આગળ ચલાવ્યું. “સમ્યગદર્શન” સૈન્યાધિપતિ, એના પરની “સુદષ્ટિ”, “ સબોધ” મંત્રી, એના પત્ની “ અવગતિ”, એ જ મંત્રીના “અભિનિબંધ, સદાગમ, અવધિ, મન:પર્યાય અને કેવળ” એ પાંચ મિત્રો, “તેષ” અને એના પત્ની “નિષ્કિપાસિતા” વિગેરેનું વર્ણન સમજાવ્યું. મહરાજા સંતોષને દુશ્મન રાજા સમજતું હતું અને ભાણુને પણ એમ હતું. જ્યારે મામાએ સ્પષ્ટ કર્યું કે આ તે ચારિત્રધર્મરાજને સેનાની છે ત્યારે આશ્ચર્ય થયું. મામાએ ત્યાંનું ચતુરંગ સૈન્ય દેખાડ્યું. બે માસ જૈનપુરમાં ગાળ્યા.
વર્ષમાં ગમન સારું નહિ હોવાથી બીજા બે માસ ત્યાં ગાળ્યા. પછી પિતાના નગરે આવી ગયા. શુભદય રાજા સમક્ષ રસનાનો ઇતિહાસ જણવ્યા.