________________
વિમળને વિકાસ
૩૫૩
ઝગઝગાટ જ્યોતિ સમુહથી વાતાવરણને પ્રકાશિત કરતે રચૂડ, ચૂતમંજરી અને અન્ય વિદ્યાધરે આનંદિત બની ગયા. રત્નસૂડે કહ્યું, ધન્યવાદ! ધન્યવાદ! વિમળ! તને શતશઃ ધન્યવાદ ! પ્રભુ સ્તુતિઓ સાંભળી અમે પણ ખૂબ પ્રફુહલ, બન્યા છીએ, વિલંબનું કારણ :
• વિમળની પ્રશંસા કરી રત્નચૂડે પરમાત્માને નમસ્કાર કર્યા.' વિધિવત્ અષ્ટપ્રકારાદિ પૂજા અને ચૈત્યવંદન વિગેરે યોગ્ય અનુષ્ઠાને કર્યો. મંદિરમાંથી બહાર આવી સૌએ ઉદ્યાનની શુદ્ધ ભૂમિ ઉપર ગેષ્ટિ માટે બેઠક જમાવી.
વિમળે અને રત્નચૂડે પરસ્પર શરીર વિગેરેના સમાચાર પૂછયા. રત્નચૂડે કહ્યું, વિમળ ! તેં મને પૂ ગુરૂદેવ શ્રી બુધસૂરિજીને અત્રે લાવવા જણાવેલું પણ એમાં વચ્ચે એક એવું અગત્યનું કાર્ય આવી પડયું કે તેથી આચાર્ય ભગવંતને લાવવામાં વિલંબ થઈ ગયો.
વિમળ–ભદ્ર રત્નસૂડ! એવું શું મહત્વનું કાર્ય હતું? આપને કહેવામાં વધે ન હોય તે જણાવે.
રત્નસૂડ–બધુ વિમળ ! તે વખતે આ જ ઉદ્યાનમાંથી તારી રજા લઈને હું મારા નગરે ગયે. માત-તાતને વંદન કર્યું. ઘણું સમયે જેવાથી મારા માતા પિતાને ઘણે આનંદ થ. એ દિવસ સૌને આનંદમાં ગયે.
પ્રભુને નમસ્કાર કરી રાત્રે હું મારા પલંગમાં સૂતે. દ્રવ્યથી મને નિદ્રા આવી પણ ભાવથી જાગૃત હતા. રાત્રીના છેલ્લા