SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ઉપમિતિ કથા સારોદ્ધાર વળી પિલા બન્મત્ત મહામહ અને એના બદ્ધતા સૈન્યને જિતી લઈ આપે કમાલ કરી બતાવ્યું છે. વિજયમાળાના કારણે આપ વિવેકગિરિના જૈનપુરમાં આનંદ માણતાં સદા રહે છે. આપ જેવા સાધુપુરૂષે દુષ્કરકારક ન કહેવાય, તે આ વિશ્વમાં કેણ એ મહાનુભાવે છે કે જે દુષ્કરકારકની ગણનામાં આવી શકે? કેને અમે દુષ્કરકારક માનીએ? અમારા માટે તે આપ સૌ મહાત્માએ વંદનીય છે, પૂજનીય છે, ધ્યાન કરવા યોગ્ય છે. સ્તુતિ દ્વારા સ્તવનીય છે. એમ અમારા અંતકરણનું સુદઢ મંતવ્ય છે. દીક્ષા માટે વિનંતિ : એ ભગવંત ! આપ સૌએ મહામહ વિગેરે શત્રુઓના ભયથી બચવા ખાતર જૈનપુરને આશ્રય કર્યો છે, એમ મને પણ ઈચ્છા થાય છે કે હું જેનપુરને આશ્રય કરું. મારા ગુરુદેવ! મને પણ મહામોહને મહા ભય જાગ્યો છે. એના સૈન્યની પણ ભીતિ રહે છે. મને કરુણા કરીને આપ દીક્ષા આપે. મારા દેવ! મારામાં યેગ્યતા જણાતી હેય, કેઈ ત્રુટિ કે ભીતિ ન જણાતી હોય તે મને દીક્ષા આપે. દીક્ષા આપે. પ્રત્યુત્તરમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે રાજન ! આપની ભાવના ઘણી પ્રશંસાપાત્ર છે. આપને પુરૂષાર્થ ઘણે અનુમદનાપાત્ર છે. આપે મેં કહેલી વાતને હૃદયમાં સારી રીતે ધારણા કરી છે. એ વિષયનું રહસ્ય બરોબર સમજ્યા છે.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy