SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ દસમું અવાંતર નગર નગાધિરાજ શ્રી વિવેકગિરિના શંગ ઉપર મામા ભાણેજ ભવચક્રની ભયાનકતા જોઈ રહ્યા છે. ભાણે જે પૂછે એનું મામા સમાધાન કરતા જાય છે. પછી મામાએ કહ્યું. ભાણ ! ભવચકનગર તે મહા વિશાળ છે. એના દરેક કૌતુક તને કેવી રીતે બતાવું? જ્યાં જોઈશ ત્યાં નવું જ દેખાશે. તને ટુંકમાં સમજાવી દઉં એટલે સંપૂર્ણ ચીતારને ખ્યાલ આવી જશે. ભવચકની દરેક દરેક વસ્તુનું વર્ણન કરવું શક્ય નથી. હે વત્સ ! હાલ આપણે વિવેક પર્વત ઉપરથી જોઈ રહ્યા છીએ. સામું દેખાય તે ભવચક્રનગર છે. એના અવાંતર નગરે પાર વિનાના છે પરંતુ એમાં ચાર નગરોની મુખ્યતા છે. માનવાવાસ : સામે નજર કર. એ દેખાય છે, તે “માનવાવાસ” નામનું નગર છે. એમાં રહેનારા પ્રાણીઓને મહામોહાદિ અંતરંગ વ્યક્તિ ખૂબ હેરાન કરતા હોય, પિતાની શક્તિએની અજમાશ ખૂબ અજમાવતા હોય છે. તેથી આ માનવાવાસમાં કેટલેય ઠેકાણે મહાપાપ કરનારા પ્રાણીઓ વસતા હોય છે અને કેઈક ઠેકાણે હૃદયમાં ધર્મની
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy