SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮ : છતાં એમની સભ્યતા માત્ર અર્થ અને કામની ભૌતિક મર્યાદાઓમાં પૂરાએલી છે. નહિ કે અધ્યાત્મના તાણ-વાણાથી ગૂંથાએલી. આજ સુધી એ કઈ માડીજાયે પાશ્ચાત્ય થયો છે કે પૂ. આ૦ શ્રી હરિભદ્રસૂરિજીની હરોળમાં માત્ર સાહિત્યની દૃષ્ટિએ બરાબરી કરી શકે ? શું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની ગણનામાં ગણું શકાય એ છે કેાઈ ? મહર્ષિ શ્રી પતંજલિના યોગદર્શન સાથે સરખાવી શકાય એ યોગવિષયક મૌલિક ગ્રંથ આલેખી શકયું છે? મહાસમર્થ નીતિકાર શ્રી ચાણક્યના નીતિગ્રંથનું સ્થાન પ્રાપ્ત કરવા પાશ્ચાત્યના નીતિગ્રંથને સૌભાગ્ય સાંપડયું છે? ઉજૈનીના અવની પતિ શ્રી ભતૃહરિના શૃંગારશતક, નીતિશતક અને વૈરાગ્યશતક જેવા ગ્રંથે જડશે ? તિલકમંજરી, કાદંબરી અને ગીતગોવિન્દ જેવા કાવ્યગ્રંથ શું અજોડ નથી? સર્વજ્ઞકણુત આગમ અને ભારતીય પ્રજાના શ્રી વેદગ્રંથ આર્યાવત વિના કયાંય છે ? બીજે જે હકિકતો મળે છે તે અહીંથી લઈ જવાએલી હકિકતે નથી તો શું છે? શ્રી ધર્મદાસ ગણું, શ્રી સિદ્ધસેનદિવાકરજી, આઇ શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી સિદ્ધર્ષિ ગણી, શ્રી વાદિદેવસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી મલવાદીજી, શ્રી મુનિસુંદરસૂરિજી, કવીશ્વર મુનિશોભન, વાચક શ્રી યશોવિજયજી, ઉ૦ શ્રી વિનયવિજ્યજી, પરમહંત કવિ ધનપાલ, શટ, મહર્ષિ શ્રી વ્યાસ, શ્રી વાલ્મિકી, શ્રી પાણિની, શ્રી પતંજલિ, શ્રી ચરક, શ્રી વાસ્યાયન, શ્રી અબ્દ, આ બાભ્રવ્ય, શ્રી ચાણક્ય, આર્યભટ્ટ, કુમારીલ્લભદ, વરરુચિ, કેયટ, વરાહમિહર, કાલિદાસ, માધ, શ્રીહર્ષ, ભટ્ટી, જયમંગલ, જયદેવ વિગેરે ભારતીય સેંકડો જેને અને જૈનેતર મુનિઓ, ઋષિઓ અને પંડિત થઈ ગયા છે કે જેના આદર્શ ગ્રંથો પાશ્ચાત્ય સાહિત્યકાર કરતાં આગવું સ્થાન ધરાવે છે. આ ગૌરવભરી ગુણગાથા હૃદયમાં સંગૃહીત કરવા જેવી નથી ? પ્રત્યેક ભારતીયને ઉન્નત મસ્તક રખાવે તેવી નથી ?
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy