________________
૨૦૦
ઉપમિતિ કથા સારોદ્વાર
રાજાની વિનતિથી નગરના નરનારીએએ જુદા જુદા
ઔષધ, મંત્ર, તત્ર, માનતા, ખાધા, આખડી, ખાધા, આખડી, માદળીયા, રક્ષામ ધન, જાપ, પાઠ, હામ, યજ્ઞ, આરાધના, શાંતિ, ગ્રહપૂજા વિગેરે ઉપચારા કર્યાં, છતાં પણ કુમાર ના ખચ્યા. ક્ષણવારમાં એનું પ્રાણુ ૫'ખેરૂં ચાલ્યું ગયું. એ કુમારનું શરીર નિશ્ચેષ્ટ થઈ ત્યાં ઢળી પડયું.
રિપુક‘પનનું મૃત્યુ :
સમયસૂચકતા વાપરી મતિમાહ અને શેકે રાજા-રાણીના શરીરમાં પ્રવેશ કર્યાં અને પેાતાની સત્તા અજમાવવી ચાલુ કરી.
મતિમાહ અને શાકના પ્રભાવથી રાજારાણી હાહાકાર કરવા લાગ્યા, એ મારા પુત્ર ! તું ક્યાં ગયા ? એ મારા લાડીલા ! તારા વગર અમારા પ્રાણા કેમ ટકશે? અરે મારા પુનાતા નંદન ! તને આ શું થઈ ગયું ? તને શું ખાટ જણાઈ ? અમને મુકી તું કેમ ચાલ્યા ગયા ? તારા જવાથી અમારા અરમાને, અમારી આશાએ, અમારી મહેચ્છાઓ ભાંગીને ભૂક્કો બની ગઈ. એ રતન! અમે શું કરીશું ?
આવે મહાકણુ વિલાપ કરતાં રાજારાણી સૂચ્છિત થઈ ભૂમિ ઉપર ઢળી પડ્યાં. અત્યત શાક થવાને કારણે રાજા રિપુક’પન ઢળતાંની સાથે મૃત્યુ પામ્યા. રાજાના પણ પ્રાણુ પંખેરૂ પુત્ર વિરહથી પરલેાક સિધાવી ગયા.
રાજાના મૃત્યુ થયાના સમાચાર ફેલાતાં ચાતરમ્ હાહાકાર મચી ગયા. બધા નરનારીએ મહાકરુણ અવાજો કરવા લાગ્યા.