________________
મહાહનું સામતચક
૧૯
રિપુકંપનના હૃદય ઉપર વજીના આઘાત કરતાં કારમે આઘાત થયો. આકુળ વ્યાકુળ બની ગયે. છતાં ધીરજ એકઠી કરી પરિવાર સાથે રાજમહેલના પ્રસૂતિગૃહમાં આવ્યું.
પ્રસૂતિગૃહમાં જતાંજ પિતાના પ્રતિબિંબ જે અને મહાતેજસ્વી પુત્રને જે, પણ એના પ્રાણે વિદાયની તૈયારીમાં ગૂંચવાયા હતા. કંઠપ્રદેશે પ્રાણે જવાના સમયની રાહ જતા અટક્યાં હતા. રાજકુમાર જીવન અને મરણ વચ્ચે ઝેલા ખાઈ રહ્યો હતે.
રાજાજ્ઞા થતાં જ ધન્વન્તરી વૈદ્યને બેલાવવામાં આવ્યા, વૈદ્યરાજે નાડ હાથમાં લઈ તપાસી જોયું. શરીરને પણ સૂક્ષમ નિરીક્ષણ પૂર્વક તપાસી લીધું. રેગની ઝીણવટ ભરી તપાસ કરી જણાવ્યું.
મહારાજ કુમારને મહાભયંકર કાળજવર લાગુ પડ્યો છે. આપણું ઔષધે કશી અસર કરી શકવાના નથી. ઝગમગતે દીવડા પવનના એક ઝપાટે સદા માટે ઓલવાઈ જાય તેમ મંદભાગી આપણા સૌના જેતાજોતા કાળજવરના ઝાટકે કુમારને પ્રાણ દીવડે સદા માટે બુઝાઈ જશે. પ્રાણ પંખેરું ઉડી જશે.
રાજવી રિપુકંપને જણાવ્યું, એ મારા નગરના લેકે ! જે મારા પુત્રના રોગને નાશ કરશે, એને મરતાં બચાવશે તે હું એ વડભાગીને આ મારું સંપૂર્ણ રાજ્ય આપી દઈશ. હું એને વફાદાર સૈનીક બનીને જીવનભર રહીશ. દાસ બની એની આજ્ઞા મસ્તકે ચડાવીશ.