________________
વિશ્વની સફરે
કેઈ સ્થળે ભાવાર્થ ખ્યાલમાં ન આવે તે તારે ફરી એ વિષયમાં પૂછી લેવું. તું હુંકારો ભરે અને પ્રશ્ન કરે તે વાર્તા કહેવામાં આનંદ થાય અને તેને સ્થાને ભાવાર્થ પણ સમજાય.
માત્ર વાતો સાંભળી લે અને એના ખરા રહસ્યને ન જાણે અને કઈ પ્રવૃત્તિ આદરવા જાય, તો પરિણામ ઘણીવાર નુકશાનકારક બની જાય છે. ભૌતાચાર્યને શિષ્ય વગર સમજે કામ કરવા ગયે, તેથી એના માથે આપત્તિ આવી પડી. એટલે તને મારું કહેવું છે કે દરેક વાતના પરમાર્થને સમજજે.
પ્રક-મને ભૌતાચાર્યના શિષ્યની વાત કહેશે? વિમર્શ—ભદ્ર! સાંભળ.