________________
વિચક્ષણ અને જડ
લાલન-પાલન સંવર્ધન દ્વારા અને એમના મને નુકૂલ વર્તન દ્વારા આપ અખંડ અપાર સુખના સ્વામી બને એ જ મારા અંતરમાં અખંડ આશા છે. રસનાદેવીમાં આસક્ત બનેલા જડની દશા :
પ્રેમાધીન બનેલા જડભરત જડકુમારે રસનાદેવીને વદનકેટરમાં અલાયદું અને મને રમ્ય સ્થાન આપ્યું.
રસનાદેવીના સંતેષ ખાતર સારા સારા મિષ્ટાને, મસાલા ભરપૂર કચેરી, ભજીયા, ભેળ વગેરે ફરસાણે, તરહ તરહની તરકારીએ, ચટણી, અથાણાં અને સંભારીયા, દૂધ, દહીંની બાસુંદી, શીખંડ, રાયતા વિગેરે સામગ્રીઓ સારા પ્રમાણમાં આપ્યા.
મર્ચંડી જાતની ઉત્તમ શર્કરા, દ્રાક્ષ, ખજૂર, બદામ, ચારોલી, અખરોટ, કાજુ, કીસમીસ વિગેરે મેવાની અનેક પ્રકારની ચીજે મહાદેવીની મહેમાનગીરીમાં મુકવા માંડ્યો.
ઉત્તમ જાતીય ગેળ, એના જેવા અન્ય મધુર અને શક્તિવર્ધક પદાર્થો, મુખને સુગંધી કરનારા અને મનને બહેલાવતાં મશાલાયુક્ત નાગરવેલના પાન, વરીયાળી, એલા, લવિંગ, તજ, કપૂ૨ આદિ દ્રવ્યો અને અનંતકાયની બનાવટે રસનાદેવીની સેવામાં ધરવા લાગે.
દ્રાક્ષાસવ, મધ્વાસવ, પ્રિયંગુ આસવ, ગુડાસવ વિગેરે અનેક જાતીય મદ્યો દ્વારા રસનાદેવીની શાંતિ કરવામાં જડકુમાર જરાય કમીના ન રાખતે. રસનાદેવીના દાસી લોલતાની જે આજ્ઞા થાય તે પ્રેમથી સ્વીકારતે અને ઉત્સાહથી અમલ કરતે.