________________
પ્રસ્તાવના શરત પૂર્વક સ્વીકાર ?
કર્ણપ્રિય કેમળ કથન સાંભળી નિપુણ્યકનું હૈયું હચમચી ગયું. શંકાના શ્યામ વાદળોએ વિદાય લીધી. શ્રી ધર્મબંધકર પ્રતિ પૂર્ણ વિશ્વાસ બેઠે, છતાં પણ નમ્રતા અને સભ્યતા પૂર્વક તે બેલે છે. - હે નાથ ! આપે જે કહ્યું તે બધું જ સત્ય છે એમાં અવિશ્વાસ કરવા જેવું કંઈ નથી, પણ હું એ પાપી આત્મા છું કે, આ તુચ્છ ભજનને તજવા જરીએ શક્તિ કે ઉત્સાહ ધરાવતું નથી. માટે કૃપા કરી “તુચ્છ અન્નના ત્યાગ સિવાય” બીજું કાંઈ પણ કરવા ગ્યા હોય તે મને બતાવે.
શ્રી ધર્મબંધકર નિપુણ્યકની વાત સાંભળી વિચારમાં પડી ગયાં. “આ ત્રણ ઔષધે તું શાંતિ અને આનંદથી ખા જોઈતા પ્રમાણમાં અને જ્યારે ઈશે ત્યારે તને મળી રહેશે” આવું મેં જણાવેલું એના બદલામાં આ શું બોલી ગયે? શા માટે આવું હીણપત અને કાકલુદી ભર્યું એલતે હશે ? - ઓહ ધ્યાનમાં આવ્યું. નિપુણ્યક છીછરા મનવાળો છે. એના મનમાં હજુ એવા ભાવે તરી રહ્યાં છે કે “ધર્મબંધકર મને જે કાંઈ સભ્યતા પૂર્વક જણાવે છે તે માત્ર મને અન્ન ત્યાગ કરાવવાના ઉદ્દેશથી જ બોલે છે.”
સાચે જ જગતમાં દુષ્ટ અને સ્વચ્છ બુદ્ધિવાળા માનવીએ સૌને દુષ્ટ અને તુચ્છ જ સમજે છે તિમિર ટાળનાર સવિતાનારાયણને પણ અન્ય ઘુવડે તિમિર પુંજ