________________
-
-
૨૦
ઉપમિતિ કથા સારેદ્વાર હે સૌમ્ય! તારા શરીરમાં આ રોગ ખદબદી રહ્યાં છે તે તારા તુ જનના પ્રતાપે છે, એનું પણ તને હજુ ભાન થતું નથી? શું તું આ તુચ્છ ભેજન ઉપર બેટી મમતા નથી રાખી રહ્યો?
હે ભદ્ર! મેહધીનતાને લીધે આ તુચ્છ અન્ન તને પ્રીતિકર લાગે છે, પણ જ્યારે તું મારા સ્વાદિષ્ટ પરમાનને ચાખી લઈશ પછી તે તને તારા તુચ્છ ભેજનને તજવા માટે ના કહિશું, તો પણ તું એને તજી દઈશ. “અમૃતની પ્રાપ્તિ થયા બાદ એ કણ મૂર્ખ હશે કે જે ઝેર પીવાની. ઝંખના કરે?”
હે દેવાનુપ્રિય! તે કહ્યું કે મેં આ તુચ્છ ભજન બહુ મહેનતે મેળવ્યું છે, માટે ત્યાગ ન કરી શકું !” તે એ વિષયમાં મારી વાત સાંભળ.
જે ભોજન મેળવવામાં તને ઘણું કલેશ થયા છે, ભોજન પણ પોતે લેશરૂપ છે, ભવિષ્યમાં પણ ઘણાં કલેશને નેતરનારું છે, માટે જ તારા તુચ્છ ભોજનના ત્યાગ માટે પુનઃ પુનઃ કહીએ છીએ. ' હે ભાઈ! વળી તું એમ કહે છે કે –“ભવિષ્યમાં અવસરે આ તુચ્છ ભોજન કામ લાગશે.” પરંતુ અનેક રેગને વધારનાર, દુઃખને દેનાર એવી નિર્વાહક વસ્તુ ઉપર પણ આસક્તિ શા કામની ? એ તુચ્છ ભજનથી તારું શું કાર્ય સરશે? શું એ તારી પાસે સદા ટકશે? જરા શાંતિથી વિચાર તે ખરે.