________________
૧૨
ઉપમિતિ કથા સારોદ્ધાર આ પરમાન આરોગવાથી ભીખારીના ગે નાશ પામે તેમ છે, સુગંધ ભરપૂર છે. રંગ અને સ્વાદ પણ ખૂબ મજાને છે, આરોગ્યની દષ્ટિએ લાભદાયક છે. શરીરના તેજ કાંતિ ઓજસ ગુણને વધારનાર છે છતાં પણ નિપુણ્યક -ભીખારીના વિચારે ડામાડોળ થાય છે. એના વિચારમાં ખૂબ
જ ક્ષુદ્રતા પડેલી છે. એના મનમાં શંકા-કુશંકાના પરપોટા -વારે ઘડીએ ઉઠયા કરે છે.
નિપુણ્યક વિચારે છે કે “મને જાતે બેલાવીને આ માણસ અહીં લાવ્યો છે. જાતે જ ભિક્ષા માટે આટલે આગ્રહ કરે છે. આવી મારા પ્રત્યેની વર્તણૂક મને સારી લાગતી નથી. આમાં કાંઈક ગુમ રહસ્ય હોવું જોઈએ. મને લાગે છે કે ધર્મબોધકર આવી વર્તણૂકથી મને વિશ્વાસમાં લઈ એકાંતમાં લઈ જશે અને ભિક્ષાના અન્નથી ભરેલું મારું
આ રામપાત્ર ફગાવી દેશે, તેડી પાડશે, કાંતે પડાવીને પોતે -હડપ કરી જશે.”
વાઘ અને નદી ન્યાય” જેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં મારે શું કરવું? શું મારે અહીંથી જલદી જલ્દી ભાગી જવું? ઝટ ઝટ આ રામપાત્રની ભિક્ષાને પિટમાં પધરાવી દઉં? અથવા તે ધર્મબેકરને જણાવી દઉં કે ભાઈ સાહેબ ! મારે તમારી ભિક્ષા નથી જોઈતી અને હું ચાલતી પકડું ?
ભિક્ષાના રક્ષણની વિચારણાના રવાડે ચડી ગએલે. નિપુણ્યક તદ્દન ભાનભૂલે બની ગયેલ છે. આજુબાજુના વાતાવરણની પણ એને સમજ રહિ નથી. તદ્યા કરૂણા અને