________________
૧૦
ઉમિતિ કથા સારોદ્વાર આ ભિખારી ઉપર થઈ રહી છે એવુ એ જોઇ રહ્યો છે, તેથી શ્રી ધ એધકર પણ આશ્ચર્ય માં ગરકાવ થઈ જાય છે.
અરે ! આ હું શું જોઈ રહ્યો છું, અમારા મહારાજાની કરૂાવત્સલ દૃષ્ટિ જે મહાનુભાવ ઉપર પડે, તે તે અલ્પ સમયમાં ત્રણ લેાકના નાથ-સ્વામી બની જાય છે અને આ દૃશ્ય તા મને ખૂબ જ આશ્ચર્ય ખતાવી રહ્યું છે.
કારણ કે આ ભીખારી નિપુણ્યક છે, દરિદ્રતાની મૂર્તિ છે, મૂખમાં શિરામણિ છે, દેખાવે બિહામણા છે, શરીર તા રોગોથી ખદબદી રહેલું છે, જગતમાં સૌને ઉદ્વેગ પેદા કરનાર છે, રંક છે, હીન પુણ્ય છે. પાપના ભંડાર છે. આવા અત્યંત કનિષ્ઠ અને અધમાધમ અયેાગ્ય આત્મા ઉપર મહારાજાની મમતાભરી મહેર થાય ખરી ? આવા તુચ્છ દરિદ્રનારાયણને પરમાત્મા જુવે પણ ખરા ?
એહ ! હવે સમજાણું કે મહારાજાશ્રીએ કેમ કરૂણાવત્સલ દૃષ્ટિ કરી. મહારાજાશ્રીએ દરવાજા ઉપર સ્વકમ વિવર” નામના સ’ત્રીને રાખેલા છે. અને એ સંત્રી બુદ્ધિશાળી છે. ઉચ્ચકોટીના પરીક્ષક અને ચાકસાઈથી નિરીક્ષણ કરનારા છે. વગર ચાગ્યતાએ કોઇને પણ આ રાજમંદિરમાં દાખલ થવા દેતા નથી. જે મહારાજાશ્રીની કરૂણાવત્સલ દૃષ્ટિની પ્રાપ્તિ માટે ચૈાગ્યતા ધરાવતા હાય તેવાઓને જ દાખલ થવા દે છે. બીજાને તેા પ્રવેશ મળી શકતા જ નથી.
સ્વકવિવર સંત્રીએ આ નિપુણ્યકને દાખલ થવા દીધેા છે, માટે જ મહારાજાશ્રીએ પણ એના ઉપર કરૂણાવત્સલ દૃષ્ટિ કરી છે. માટે જ મહારાજા અને કરૂણાથી જોઈ રહેલા છે.