________________
પ્રસ્તાવના
આ મનરમ રાજમંદિરના દ્વારે તે હું પહેલાં ઘણી ઘણી વાર આવી ગયો છું પરન્તુ પાપાત્મા મહામહ અને અજ્ઞાન વિગેરે જેકી ભરનારા સંત્રી અંદર જતાં અટકાવતા હતા.
વિશ્વમાં આ રાજમંદિર ખૂબ જ જોવા લાયક છે. સ્વકર્મવિવર નામને દયાળુ દ્વારપાળ ન હોત તો હું રાજમંદિરને કદી પણ ન જોઈ શકત. ખરેખર તે મારે ઉપકારી છે. પ્રિય સ્વજન છે, પરમ હિતસ્વી છે.
અરે, જુવેને! આ રાજમંદિરમાં સદા રહેનારા મહાનુભાવે કેવા સુખી છે? કઈને કલેશના કાંટા ખેંચતા નથી, કંકાશના કર્કશ કંકો વાગતા નથી, દુઃખનું દર્દ દેખા દેતું નથી, બધા જ આનંદના ઝૂલે ઝૂલી રહ્યા છે. પરમ સુખ વિલસી રહ્યા છે. આ બધા અતિ ભાગ્યવંતા છે. ધન્યવાદને પાત્ર છે. મહારાજાની મહેર અને ધર્મબોધકરની વિચારણઃ
નિપુણ્યક ભિખારી રાજમંદિરની રમણીયતાને વિચાર કરી રહ્યો છે, એટલામાં રાજમંદિરના સાતમે માળે અગાશીમાં બિરાજેલા આનંદ વિભેર શ્રી સુસ્થિત મહારાજા આ મહાન નગરીના બાહ્ય પ્રદેશ અને આંતરિક પ્રદેશે નિહાળી રહ્યા છે. અનાયાસ એઓશ્રીની કરૂણાવત્સલ દૃષ્ટિ આ નિપુણ્યક ભિક્ષુ ઉપર પડે છે.
બીજી બાજુ શ્રી સુસ્થિત મહારાજાના ભેજનગૃહના અધ્યક્ષ શ્રી ધર્મબોધકર પિતાના સ્વામીની કરૂણાવત્સલ દષ્ટિ