________________
ઉપમિતિ કથા સારિદ્વાર અહીં પણ અમે પરસ્પર ખૂબ લડયા. એ રીતે લડતાં લડતાં સત્તર સાગરોપમને સમય મહાદુઃખમાં પસાર કર્યો. એ દુઃખનું વર્ણન વાણીથી કરી શકાય તેમ નથી.
ત્યાંથી વળી ભવિતવ્યતા અને પંચાક્ષનિવાસ નગરમાં લઈ ગઈ અને ગોળીના પ્રવેગથી અમારૂં સિંહનું રૂપ બનાવ્યું. સિંહ તરીકે પણ અમે ઘણું લડયા અને વૈરની પરંપરા ચાલી. ગળી જીર્ણ થતાં નવી ગોળી આપી.
એટલે એના બળે ભવિતવ્યતા અમને બન્નેને પપિચ્છ નિવાસ નગરના પકપ્રભા નામના ચેથા પાડામાં લઈ ગઈ ત્યાં અમે પાષિષ્ઠ કુલપુત્ર થયા. પરસ્પર કુટાતા પીટાતા અમે દસ સાગરેપમને સમય પસાર કર્યો. એ સમયે અમારા ઉપર જે દુઃખના દરિયા ઠલવાયા એનું વર્ણન પણ કેઈ કરી શકે નહિ, એવું દુઃખ અમે વૈશ્વાનરને કારણે સહન કર્યું.
વળી ત્યાંથી ઉપાડી અમને બન્નેને ભવિતવ્યતાએ બાજ પક્ષીનું રૂપ આપ્યું. અમારા બન્નેમાં રહેલ વૈશ્વાનર ત્યાં પણ ઝળકી ઉઠે અને એના પ્રતાપે અમારે માટી મેટી લડાઈઓ થઈ.
વળી ભવિતવ્યતાએ નવી ગાળીને પ્રવેગ કરીને પાપિષ્ઠ નિવાસ નગરીના વાલુકાપ્રભા નામના ત્રીજા પાડામાં અમને લઈ ગઈ. ત્યાં પણ અમે એક બીજાને તાડના તજને કરતાં. એક બીજાના ભૂક્કા બેલાવી દેતા.