________________
કે
છે
ઉપસંહાર,
૪૫ - છઠ્ઠી નારકીમાં આ જગતમાં “પાપિષ્ઠ નિવાસ" નામનું એક નગર છે. એમાં એક ઉપર એક એમ સાત પાડાઓ આવેલા છે, ત્યાં પાપિષ્ઠ નામના કુલપુત્રક રહે છે. ભવિતવ્યતાએ આપેલી ગેળીના પ્રતાપે હું અને ધરાધર “પાપિષ્ઠ નિવાસ” ના “તમપ્રભા” નામના છઠ્ઠા પાડામાં ગયા. અમને પાપિષ્ટ કુલપુત્રકનું રૂપ આપવામાં આવ્યું. અમે ત્યાંના વતની કહેવાણુ.
ત્યાં ગયા પછી અમારા બેનું સામાન્ય વેર હતું તે ઘણું વધી ગયું. એકબીજાને વારંવાર પ્રહાર કરતા અને મારતા હતા. આ પ્રમાણે દુઃખમાં સમય વીતાવતાં અમે બાવીશ સાગરોપમ પસાર કર્યા. ત્યાં સુખનો અંશ ન હતું. માત્ર દુઃખ જ હતું.
ભવ૫રંપરા બાવીસ સાગરેપમ પુરા થયા એટલે ભવિતવ્યતાએ અમને બન્નેને નવી ગોળી આપી. એના પ્રતાપે અમે પંચાક્ષનિવાસ નગરમાં પહોંચી ગયા અને ત્યાં ગર્ભજ સર્ષ રૂપે ઉત્પન્ન થયા. પૂર્વના ક્રોધના લીધે અમારે વૈરભાવ જાગૃત થયે અને અમે યુદ્ધ કરવા લાગ્યા.
એ રીતે લડતાં અમારી ગેળી પૂર્ણ થઈ એટલે બીજી ગોળી આપી ભવિતવ્યતા અમને પાપિષ્ઠ નિવાસ નગરના ધુમપ્રભા નામના પાંચમાં પાડામાં લઈ ગઈ. ૧ પાપિષ્ઠ નિવાસ–સાતે નારકનું સમુચ્ચય નામ રાખવામાં આવ્યું છે.