________________
મહારાજા અરિદમન વૈશ્વાનર પાડયું.
અરિદમન-પલી શ્યામ વર્ણ નારી કેણુ છે ?
વિવેક કેવળી–ષગજેન્દ્રને પ્રિય સંબંધી “દુષ્ટાભિસંધી” રાજા છે. એને “નિષ્કરુણતા” રાણી છે. એમના આ પુત્રી થાય છે અને એનું નામ “હિંસા” છે.
અરિદમન–ભગવન! આ બંને નંદિવર્ધન કુમાર સાથે. સંબંધ કેવી રીતે થયું ?
વિવેક કેવળી– આ બન્ને જણા નંદિવર્ધન કુમારના અંતરંગ રાજ્યના મિત્ર અને પત્ની તરીકે રહેલાં છે. નંદિવર્ધન એમને આધીન બની ગયે છે. પિતાનું હૃદય મિત્ર અને પત્નીને આપી દીધું છે. તેથી ધર્માધર્મ, હિતાહિત, કૃત્યાકૃત્ય, ભયાભઢ્ય, પિયાપેયનું ભાન કે હે પાદેયના વિવેકને ખ્યાલ જરા પણ જાણી શક્યું નથી.
બાળપણમાં વૈશ્વાનરની મિત્રતાના કારણે નિરપરાધ બાળકોને મારતે, અધ્યયન આપનાર અધ્યાપકની મશ્કરી કરતે. અને હિતશિક્ષા આપનાર વિદુર જેવા શાણા માનવીને પણ ઘણે મારે.
યુવાસ્થામાં વૈશ્વાનર અને હિંસા એ બને એના પ્રિય સાથીદાર બન્યા. નિરપરાધી પ્રાણીઓની શિકાર દ્વારા હત્યાઓ આદરી, શિકારને વ્યસન બનાવી દીધું. જનતામાં ઉઠગ ફેલા. ક્રૂરતા ભર્યા યુદ્ધ કર્યા. તમારા મંત્રી ફુટવચનની નિર્મમ હત્યા કરી. માત, તાત, ભ્રાત, ભાર્યા, ભગિની વિગેરેના.