SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારાદ્વાર મને થયું કે જો હું મારી સત્યવાત જણાવીશ તે એ આને નહિ ગમે. ન ગમે તેવી વાત કહેવાના શે! અથ ? કહેવા જતાં અધેથી વિપરીત ઉત્તર સાંભળવા પડે છે. એમ વિચારી કહ્યું. ૪૦૦ ભાઈ ! એ વાત તું જવાદે, વાતમાં કાંઈ માલ નથી. ન સાંભળવી એજ વધુ ઉત્તમ છે. શું એ વાત મારાથી પણ ગુપ્ત રાખવા જેવી છે ? મેં કહ્યુ, હા. હું મિત્ર! એમ ન અને, તારે એ વાત મને જણાવવી પડશે. એના વિના મને ચેન નહિ પડે. ગુપ્ત વાત હશે તે બીજાને એની જાણ નહિ થવા દઉં. તુ વિશ્વાસ રાખ. મારાથી તું છાનું છાનું રાખે એ કાંઈ ઠીક કહેવાય ? હું સરાજનેત્ર! મને વિચાર થયા કે આ કનશેખર મારી આજ્ઞાના આનાદર કરે છે? ઠીક ત્યારે, આ ભાઈ સાહેબને પણ મજા બતાવી દઉં ! એમ વિચારી મારી કમરમાંથી મે કટારી ખેંચી કાઢી. હાથ ઉગામી કનશેખરને કટારી મારવા દોડયા ત્યાં કનકચૂડ વિગેરે બેબાકળા થઈ દોડી આવ્યા. કનકશેખરની ધ શ્રદ્ધાથી અને એના સાત્વિક ગુણાથી આકર્ષાએલા દેવતાએ એ બધાનાં જોતાં જ ત્યાંથી ઉપાડો અને ક્ષણવારમાં કનકચૂડના દેશની સીમાના છેડે મને મૂકી દીધા.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy