________________
વિધિની વકતા
૩૯૯
ગરદન ઉપર બરાબર કસીને ઘા ઝી. મસ્તક ધડથી વિખૂટું પડી ગયું. લેહીની ધારાઓ વહી નિકળી. - પહેરે લુગડે હું ગામ બહાર નિકળી ગયે. મને મારા પાપકર્મની જાણ થવાને ભય લાગતું હતું. રખેને વિભાકરના સૈનિકે મારે પીછો પકડે. આ ભયથી આડા અવળા ઉજજડ માર્ગો પંથ કાપવા લાગ્યું. પરિણામે ભયંકર અટવીમાં અટવાઈ ગયે. ભયંકર વનના ભયંકર ભેંકાર સહન કરવો પડતે હતે. શ્રમ, સુધા, તૃષા વિગેરે દુઃખને પાર ન રહ્યો. યાતનાઓના ઓળા નીચે આવી પડયો.
કુશાવર્ત નગરમાં ભૂખ, તરસ, થાક, દુઃખ ભેગવતે ભગવતે એક દિવસે કુશાવર્ત નગરના સીમાડે પહોંચી ગયો. બહારના ઉદ્યાનમાં આરામ લેવા બેઠો હતો. ત્યાં કનકશેખરના પરિચારકે ફરવા આવેલા. એમણે મને ઓળખી લીધું અને રાજાશ્રી પાસે જઈ મારા ઉદ્યાનમાં આવ્યાના સમાચાર આપ્યા.
સમાચાર મળતાં જ એમને થયું કે નંદિવર્ધન કુમાર એકલા અહીં આવ્યા છે, તેનું કોઈ કારણ હોવું જોઈએ, એ વિચાર કરતાં કનકચૂડ મહારાજા અને કનકશેખર યુવરાજ અ૯પપરિવારને સાથે લઈ સામે આવ્યા. એમણે મારૂ ઉચિત આતિથ્ય કર્યું. પછી કનકશેખરે એકાંતમાં મને પૂછ્યું.
ભાઈ નંદિવર્ધન ! આમ એકલા આવવાનું શું કારણ બન્યું?