________________
પ્રકરણ અગ્યારમું
વિજય પતાકા દૂતનું આગમન અને જયસ્થલ પ્રતિ પ્રયાણ
એક દિવસે પિતાની રાજધાનિ સ્થલ નગરથી “દારૂક દૂત આવ્યા. મેં એ દૂતને તરતજ ઓળખી લીધે. એનું સુંદર આગતા સ્વાગત કર્યું. પછી એણે પિતાના આગમનની વાત રજુ કરી.
હે કુમારશ્રી ! આપણું રાજ્યના સંરક્ષક અને સંવર્ધક શ્રી પ્રભાકર, શ્રીમતિધન અને શ્રી બુદ્ધિવિશાળ મહામંત્રીઓએ ભેગા મળી આપની પાસે મને મેક છે.
આ સાંભળી મને ફાળ પડી. હૈયામાં આકુળતા વ્યાકુળતા થઈ આવી. આમ કેમ? પિતાજીએ સમાચાર ન મેકલાવતાં મહામંત્રીઓએ સમાચાર કેમ પાઠવ્યાં? શું કાંઈ નવાજુની બનવા પામી છે? શું કાંઈ અમંગળ હશે? શું કાંઈ આપત્તિ હશે? બેબાકળા થઈ મેં દારૂકને પૂછયું.
આર્ય ! પિતાજીના તે કુશળ સમાચાર છે ને?