________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૬૯
હમણાં જ ખબર પાડી દઉં' એમ વિચારી કમરમાંથી છરી ખેંચી કાઢી અને કહ્યું.
અરે ખાયલા ! ઘરમાં ડંફાસ હાંકનારાઓ ! ! આવી જાએ મારી સામે ! હિંસા અને વૈશ્વાનર કેવા છે એ તમને હમણાં જ પતાવી આપુ. જોઈલા ચમત્કાર, પછી ચૂંચ્ કરવાનું જ નહિ રહે.
હાથમાં ચળકતી ખુલ્લી છરીના કારણે હું ભયાવહ અની ગયા. ક્રાપથી શરીર લાલચેાળ મની ગયું. મુખ વિકારાળ થઈ ગયું. બહુ જોરથી ખેલવાના કારણે જીભ બહાર લટકવા લાગી. હું સાક્ષાત્ યમરાજ કરતાં વધુ ભયંકર દેખાવા લાગ્યા. સભાજના આ જોઈ ભયના માર્યાં ભાગી ગયા. માત્ર નિર્ભીય એવા કનચૂડ અને કનકશેખર બેસી રહ્યા.
હે અગૃહીતસંકેતા ! પિતા-પુત્રના પુણ્યાયના પ્રતાપે તેમજ એમનુ' તેજ સહન નહિ કરી શકવાના કારણે, વળી ભવિતવ્યતા એવી જ હશે એટલે કેઈ ને પણ નુકશાન કર્યાં સિવાય હું. સભામાંથી નીકળી ક્રાપથી ધમધમતા મારા આવાસે પહોંચી ગયા.
હું રાજા અને યુવરાજને આ દિવસથી દુશ્મન ગણવા લાગ્યા. મારા દુષ્ટસ્વભાવથી રાજા અને યુવરાજે પણ મારી અવગણના કરી. મને ખેલાવતાં નહિ. હું પણ ખેલતા નહિ. અમારા પરસ્પર અખેલા થયા. અમારા વચ્ચે જે શિષ્ટાચાર જોઈ એ તે પણ ન રહ્યો. જનમજનમનાં દુશ્મન જેવા બની ગયા.
૨૪