________________
યુદ્ધમાં વિજ્ય અને વિવાહ
૩૭
સુખદ અને શીતલ વાતાવરણ અમારા હૃદય માટે દુઃખદ અને દાહક નીવડતું હતું. અમારા હૈયા વલેવાઈ જતાં હતાં.
જલ વિનાના માછલાની જેમ શયામાં તરફડતા તરફડતા અમારી રાત્રી મહામુસીબતે પૂર્ણ થઈ.
સમુદ્રને મહાવડવાનલ સમુદ્રના અગાધજલને ભેદીને મહાપ્રકાશની સાથે બહાર આવે તેમ પ્રકાશપુંજ શ્રી સવિતા નારાયણ પૂર્વ દિશામાં ઉદયાચલ ઉપર ઉજ્વલ પ્રકાશની સાથે પ્રગટ થયા.
પૃથ્વી ઉપર દર્શન આપતા પહેલાં એવું વાતાવરણ સએલું જણાતું હતું કે જાણે સવિતા નારાયણ પિતાના કનકકાન્ત કિરણે વડે ઉદયાચલના નીચા શિખરેનું આલંબન લઈ સમુદ્રમાંથી બહાર ન આવી રહ્યાં હોય?
જે વખતે સૂર્ય પૂર્વકાશમાં પ્રવેશ કરી રહ્યાં હતાં ત્યારે “કેક” જાતીય પક્ષીની હારમાળા પૂર્વ પ્રતિ પિતાનું મુખ રાખી પંક્તિબદ્ધ ઉભી હતી. જાણે સૂર્યદર્શનની ઉત્સુકતા ન ઉભરાતી હોય?
રક્તકિરણ શ્રી સૂર્યના ઉદય થવાથી અષાઢી મેઘ જેવું શ્યામ અંધકાર કયાંય અલેપ થઈ ગયું, આ દશ્યમાન વિશ્વમાં અંધકારનું સ્થાન જ ન રહ્યું. એ કે ઈવનનિકુંજોની
૧ સંસ્કૃતમાં આ ઠેકાણે રાત્રી માટે “ત્રિયામ” શબ્દ વાપર્યો છે. ત્રિ-ત્રણ, ચામા-પહોર. સૂર્યાસ્ત પછીને અર્ઘ અને ઉદય પહેલા અર્ધ પહોર એને “ ” “ઝમાત ” કહ્યાં છે..