________________
૩૪૬
ઉપમિતિ કથા સારદ્વાર
શ્રી કનકચૂડ મહારાજાને અમારા આવી ગયાના સમાચાર મલ્યા. એમને ઘણું જ આનંદ થયે. આનંદ થવાના કારણે નગર પ્રવેશ ઉત્સવ કરાવ્યું. સ્વજન સંબધી વર્ગનું યેગ્ય સન્માન કરવામાં આવ્યું.
રાજાએ શુભ મુહૂર્ત જોઈ વિમાનનાને શ્રી કનક શેખર સાથે લગ્ન કરાવ્યા અને એ જ રીતે રનવતીને મારી (નંદીવર્ધન કુમારની) સાથે લગ્ન કરાવ્યાં.
રાજ્યની રીતરસમ પ્રમાણે દરેક ક્રિયાઓ થઈ ગરીબને દાન દેવાયા, કેદીઓને છૂટા કરવામાં આવ્યા.
વિમલાનના અને રત્નાવતીનું અપહરણ
લગ્નના આનંદજનક મંગળ કર્તવ્ય પૂરા થઈ ગયા. એ વાતને ત્રણ ત્રણ દિવસના વહાણું પસાર થઈ ગયા પછી વિમલાનના અને રવતી અમારી આજ્ઞા લઈને ફરવા માટે “ચુતચુચુક” નામના ઉદ્યાનમાં ગયા હતાં અને ત્યાં આનંદથી રમત ગમતની કીડાઓ કરી રહ્યાં હતાં.
એ વખતે હું અને કનકશેખર શ્રી કનકચૂડ મહારાજાની રાજ્યસભામાં બેઠાં હતાં. અચાનક મેટા ઘંઘાટ થવા લાગ્યા. બહાર દાસીઓ જેરથી પિકાર કરવા લાગી.
કલહલના કારણે રાજ્યસભા વિચારમાં પડી ગઈ. તરત જ સભા વિસર્જન કરવામાં આવી. પાછો અવાજ આવ્યો કે કોઈ દુષ્ટો વિમલાનના અને રનવતીનું અપહરણ કરી લઈ જાય છે. “દેડે દડે પકડે પકડો” આ જાતના પિકારે