________________
નક શેખર
૩૧૩
હું આ ! જે હું પરસ્ત્રીયામાં આસકત રહેનારા અને ચારી લૂટ કે ગૂડાગિરી દ્વારા પ્રજાને રંજાડનાર લેાકેાના પક્ષ લેતા હાઉ', એ લાકોને સાથ આપતા હાઉં તે આપે આ જાતની હિતશિક્ષા આપવી જોઈતી હતી.
જે મહાપુણ્યાત્માએ પેાતાના સાત્વિક ગુણા દ્વારા દેવતાઓને માટે પણ વંદનીય અનેછે. તેવા ગુણુશીલ પુરૂષોની ભકિત કરવામાં, એમના પૂજા, સત્કાર, સન્માન કરવામાં કયા નીતિ– માનું ઉલ્લંઘન થાય છે? આપ આ વાત મને સમજાવશે ?
વળી નિર્માંળ હૃદયવાળા યશસ્વી શ્રાવક વર્ગને કર અને દંડથી મુકત કરવા છતાં પણ લેશમાત્ર અનીતિ આચરતા નથી. ન્યાય અને સદાચારના પથે વિચરતા એ લાકે અસદાચાર કે અન્યાયના આશ્રય લે એ કદી પણ સંભવતું નથી.
- ણુ ભુવનના નાથ શ્રીજગન્નાથ પરમાત્મા જેમના નાથ હાય, એએનું દાસત્વ કરનાર જ ખરેખરા રાજા છે. દેવાધિદેવના સેવક રૂપ રહેલા શ્રાવકાનું વાત્સલ્ય કરવું એજ રાજાની પવિત્ર ક્રુજ છે. આવા રાજા તેજ રાજા છે. એ વિનાના રાજાએ રાજ્યના સ્વામી નથી પણ દાસ છે. ગુલામ છે.
આ પ્રમાણેના અમારા વતનમાં રાજ્યનીતિનું ઉલ્લંધન ક્યાં થાય છે, તે આપ અમને જણાવા ! અમે જે કર્યું' છે, એમાં રાજ્યનીતિ કે ધર્મનીતિનું જરા માત્ર ઉલ્લંઘન થતું નથી. આપ શા આધારે અમને કઠોર હિતશિક્ષા આપવા પ્રેરાયા છે?