________________
૩૨૨
ઉપમિતિ કથા સારદ્વાર
શાસન આજ્ઞા ચાલશે નહિ, પછી આપશ્રી રાજા ના ? રાજા તરીકે આપની ખ્યાતિ શું ? જ્યાં આપ આપની આજ્ઞા ન પળાવી શકે એ રાજ્યને રાજ્ય પણ કેમ કહેવાય?
તેથી હે દેવ! રાજ્યધર્મથી તદ્દન વિરુદ્ધ અને કદી કેઈ રાજાએ જીવનમાં નહિ અપનાવેલ એવું અનૈતિક કાર્ય કુમારશ્રીએ આદર્યું છે. આપ વિચાર કરશે તે આપશ્રીને પણ કુમારશ્રીની નીતિ સુંદર નહિ જણાય, વધુ આપને શું કહેવું ? - દુર્મુખની વાત સાંભળી પિતાજીએ કહ્યું કે હે મંત્રી ! તમારી વાત સાચી હોય તે તમેજ કુમારને મળી આ વિષયની વાતચિત કરી લેજે. અમે કુમારને કાંઈ પણ કહેવા માટે સમર્થ નથી. તમારે જાતે જ એ વિષયમાં પતાવટ કરી લેવી.
પૂ. પિતાજીની આજ્ઞા મેળવી દુર્મુખ મારી પાસે આવ્યો અને મને બધી વાત જણાવીને કહ્યું, હે કુમાર ! આ રીતે રાજ્યનીતિનું ઉલ્લંઘન કરે તે ઉચિત નથી. લોકોમાં અસદ અને અનાર્ય આચારે ફેલાશે. એ રાજ્યના તાબામાં નહિ રહે અને અનેક અનર્થો થશે. પિતાજીએ મારા દ્વારા આ નિવેદન જણાવ્યું છે.
દુખના ધર્મવિધી તેમજ ધર્મ ઘાતક શબ્દો સાંભળી મારા અંગેઅંગમાં કોપ વ્યાપી ગયે છતાં પણ મેં કેપને. દાબી રાખે. આકૃતિમાં પણ ફેરફાર ન થવા દીધું અને શાંતિપૂર્વક મેં દુર્મુખને જણાવ્યું.