________________
૩૧૪
ઉપમિતિ કથા સારદ્વાર નિર્ણય કર્યો કે, હવે કઈ ઉપાય નથી કે જે દ્વારા નંદિવર્ધન ને શાણે રાજકુમાર બનાવી શકાય. દુષ્ટ વૈશ્વાનરની મિત્રતાને ત્યાગ એ અશક્ય બની ગયું છે. મિત્રતા છૂટશે નહિ “જે થવાનું હશે તે થશે, ભાવીભાવ” આ જાતને નિર્ણય કરી મૌન બેસી રહ્યા.
આ તરફ મેં પણ બાકીને અભ્યાસ પૂર્ણ કર્યો. વૈશ્વાનરના પ્રતાપે હું તેજસ્વી તે હતું, તેમાં પણ રતિ અને કામદેવને પ્રિય એવું યૌવન ખીલી ઉઠયું. હું યુવાવસ્થામાં આવ્યું. પિતાજીએ જુદો સુંદર મહેલ બનાવરાવ્યું એમાં સુંદર રાચરચલું સજાવ્યું, આનંદ પ્રમોદના સાધને વસાવ્યા. અલ્પ પરિવાર અને નોકર સાથે મને ત્યાં રહેવા જણાવ્યું.
આ નવા મહેલમાં જાતજાત અને ભાતભાતની વિષય ઉપભોગેની વસ્તુઓ હતી. આનંદથી દિવસે જતાં હતાં દેવતાઓ દેવલેકમાં આનંદ કરે તેમ હું માનવ લેકમાં સુખપભેગ કરતો હતો. એમ ઘણા દિવસે પસાર થયા. કનકશેખરનું આગમન :
એકદા પિતાજીને નમસ્કાર કરી હું મારા મહેલ તરફ વળતે હવે ત્યાં પિતાના મહેલમાં મોટો કોલાહલ સંભળાય.
કોલાહલ શા કારણે થયે એ જાણવા મને જિજ્ઞાસા થઈ. શું બન્યું હશે? એ નિર્ણય કરવા કોલાહલ વાળી