________________
૩૦૮
ઉપમિતિ કથા સારોદ્ધાર છે. તેમજ અગમચેતી વાપરી સ્પર્શનથી અળગા રહેનારા મનીષકુમારને આ ભવમાં કાંઈ દુઃખ જેવું પડ્યું નથી. પણ એને યશગાન ગવાણા, જીવનની નિર્મળતાએ ગુણેને વિકાસ સાધી આપે. પરમાનંદ પદની પ્રાપ્તિ પણ થશે. અક્ષય અજર અમર અવ્યાબાધ, અનંત સુખના સ્વામી બનશે. આ રીતે દેશનાના અંતે સર્વમંગલ કર્યું.
દેવ, દાનવ માનવના હૃદય નિર્મળ બન્યા યથાયોગ્ય બેધ પામી પ્રસન્નતા પૂર્વક આચાર્ય ભગવંતને નમસ્કારવિધિ કરી પિત પિતાને સ્થાને ગયા.
" આચાર્ય ભગવંતે વિહારને સમય જાણી ત્યાંથી અન્ય ગામે પધાર્યા.
મનીષી મુનીશ્વર સંયમનું સુંદર પાલન કરવા લાગ્યા, કમે કમે સાધનાની પગદંડીએથી આગળ વધતાં એજ ભવમાં ધ્યાનરૂપ મહાઅગ્નિ દ્વારા કર્મરૂપ કાષ્ઠ સમુહને ભસ્મીભૂત કરી, કૈવલ્ય પામી મોક્ષે પધાર્યા.
મુનિશ્રી મધ્યમબુદ્ધિ, રાજર્ષિશત્રુમર્દન વિગેરે સમાન કક્ષાના સાધુ ભગવંતે સુંદર રીતે સંયમની સાધના કરતાં અંતસમયે સમાધિ પૂર્વક કાળ કરી દેવગતિને પામ્યા અને બાળના માટે આચાર્ય ભગવંતે જે ભાવી ભાખેલું એ મુજબ જ બધું થયું. એ આત્મા નરકે ગયે.
“જ્ઞાની પુરુષનું વચન કદિ મિથ્યા થતું નથી.”.