________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૩૭૫ - પુત્ર સુલેચનને રાજ્ય સિંહાસને બિરાજમાન કર્યા પછી રાજા વિગેરે સૌ જગતગુરૂ શ્રી તીર્થંકર પરમાત્માના મંદિરમાં જઈ વિધિપૂર્વક પૂજા સેવા કરી અને તે પછી આચાર્ય ભગવંત શ્રી પ્રદરતિ પાસે આવ્યા. વંદનાદિ કરી ગુરુભગવંતને વિનંતિ કરતાં કહ્યું કે–
હે ગુરૂદેવ ! “સંસાર સર્પના ઝેરના નાશ માટે અમેઘ ગારૂડી મંત્ર સમાન ભાગવતી દીક્ષા અને આપી અમારા આત્માને ઉદ્ધાર કરે, પ્રજો ! અમારે ઉદ્ધાર કરે.”
શરદ ઋતુના સ્વચ્છ ગગનમાં પૂર્ણ કળાએ ખીલેલે ચંદ્ર પિતાની નિર્મળ જ્યોત્સના વડે ચર પક્ષીને પ્રસન્ન કરે છે, તેમ ગુરૂ ભગવંતે સર્વ સંત્રાસને નાશ કરનારી પ્રવજ્યાના દાન વડે શત્રુમર્દન રાજા, મદનકંદલી મહારાણી વિગેરે સૌને પ્રસન્ન કર્યા.
દીક્ષા પ્રસંગ પછી આચાર્ય ભગવંતે શત્રુમન રાજર્ષિના વૈરાગ્યની વૃદ્ધિ માટે અને દીક્ષા પ્રદાન પછી તરત દેશના આપવી એ આચારધર્મ છે તેથી ત્યાં મધુરધ્વનિએ દેશના આપી.
રાજર્ષિની શંકાઓ અને એના સમાધાન
દીક્ષિત બનેલા રાજર્ષિએ આચાર્ય ભગવંતને પ્રશ્ન કર્યો હે પ્રભે! મહાનુભાવ શ્રી મનીષી મુનિવરનું હૃદય સ્ફટિક સમું નિર્મળ છે, એવું હૃદય બીજા કેઈ મહાનુભાવનું છે ૨૦