________________
૩૦૪
ઉપમિતિ કથા સારોદ્ધાર કે વાસનાની કાલિમા જરાય જણાતી ન હતી. મુખ ઉપર નિર્દોષ આનંદની છાયા તરવરતી હતી.
સત્વગુણેની નિર્મળ ભાવથી યશોગાથા ગાવા દ્વારા થતી પ્રમોદભાવનાના કારણથી, ગુણાનુરાગની દૃષ્ટિના કારણથી તેમજ પિતાના ચારિત્રાવરણીયની કર્મના પશમ થવાથી રાજાને ચારિત્ર લેવાની ભાવના જાગૃત થઈ.
મહારાજાએ પિતાના હૃદયની વાત મહારાણી મદનકંદલી, મંત્રીશ્વર સુબુદ્ધિ, મધ્યમબુદ્ધિ અને સામત વર્ગની સમક્ષ જાહેર કરી અને દીક્ષા લેવાની સંમતિ આપવા જણાવ્યું.
મહારાણું મદનકંદલી આદિને પણ ચારિત્રના પરિણામે થએલા, એટલે એ સૌએ જણાવ્યું કે, રાજન ! આપે અમને ઘણું સરસ વાત જણાવી. આપના જેવા ઉત્તમ આત્માઓ માટે ચારિત્રને માર્ગ અતિશ્રેષ્ઠ છે. વિવેકી પ્રાણીને આ સંસારમાં ચારિત્ર સિવાય કોઈપણ વસ્તુ શ્રેષ્ઠ જણાતી નથી. | હે રાજન ! મનીષી કુમારનું મહાસત્વ જોઈને, આપની ઉદાત્ત ભાવના જોઈને, આપ પણ સર્ષ કાંચળીને તજે તેમ સંસારને તજી દીક્ષા લેવા તત્પર થયા છે એ જોઈને અમારું મન પણ સંસારમાં રહેવા માનતું નથી. અમે પણ આપની જ સાથે પરમ પાવન ચારિત્ર ગ્રહણ કરવા ઇછિએ છીએ. આત્માને નિર્મળ કરવા ઇછિએ છીએ.
મહામંગલકારી વચને સાંભળી રાજાએ અતઃકરણથી એ સૌની અનુમોદના કરી અને ધન્યવાદ આપ્યા. તેજ વખતે પિતાના પુત્ર સુલેચનને રાજ્યાભિષેક કર્યો.