________________
ઉપમિતિ કથા સાદ્વાર કારણ કે પ્રવજ્યા રૂપ દોરને કાપી નાખવાથી મુમુક્ષુ આત્મા સંસારમાં પડે એ કાંઈ નેહ દેખાડે ન ગણાય. બકે ભવના માયાવી બંધને તજી, વિલાસી સાધન તજી દીક્ષા લેનાર આત્મા પ્રત્યે મહાશત્રુનું કાર્ય બજાવ્યું ગણાય.
હે રાજન ! આ આપને વિચાર મને સુધારવા ગ્ય જણાય છે, આપ પુનઃ વિચારણા કરે. મનીષીકુમારને સંસારમાં રાખવાથી કલ્યાણ આપ સાધી શકવાના નથી.
વળી આ મહાત્મા મનીષકુમારને સર્વશ્રેષ્ઠ વિષયની વસ્તુઓ દ્વારા, રૂપવતી અને યૌવનવતી યુવતીઓ દ્વારા દેવતાઓ કે દેવ કન્યાઓ પણ આસક્ત બનાવી શકવા સમર્થ નથી. વિશ્વને કોઈ પણ વ્યક્તિ મનીષકુમારને સંસારમાં રાખવા આકર્ષી શકે તેમ નથી જ.
| માટે હે પૃથ્વીનાથ ! મનીષીકુમારને મોહમાં નાખ વાના બદલે આપ એમના ઉપરને મેહ તજે. એ મહાત્માને દીક્ષા લેવાની ભાવના જાગી છે, તે એમાં સહાયક બને. એના કાર્યમાં આદર કરે, જેથી આપને દીક્ષા વહેલી ઉદયમાં આવશે.
રાજા મંત્રીની વાત સાંભળી વિચારમાં પડી ગયા. મંત્રીની વાતમાં સત્યના દર્શન થયાં. મારા મેહ ખાતર મનીષીને સંસારમાં રાખવે તદન અનુચિત છે. સર્વ જીને અભયદાન આપનારી ભાગવતી દીક્ષામાં વિન નાખવું એ ઠીક નથી. દીક્ષામાં હું વિઘ નાખું તે, મારી દીક્ષામાં વિશ્ન આવે.