________________
૨૪
બાળની વિડંબના કે મારું ભાગ્ય હજુ થોડું ઘણું જાગતું છે. હજુ હું ભાગ્યશાળી છું.
આ જાતની વિચારણામાં મધ્યમબુદ્ધિને એક અહેરાત્રને સમય પસાર થઈ ગયે. બીજે દિવસે પ્રાતઃકાળે બાળની પાસે જઈ વિગત પૂછે છે. બાળે જે વાત બનેલી તે વિગતપૂર્વક વિષાદ પણે કહી સંભળાવી.
બાળ હિતશિક્ષા માટે અગ્ય છે, એ જાતને વિચાર કરી મમબુદ્ધિ ઉપચાર માત્રથી ખબરસાર પૂછી પિતાના આવાસે ચાલ્યો ગયો.
જેના અંગે અંગ ભાંગી ગયાં છે, મનની મેલી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે. રાજાને મહાભય માથે ધૂમી રહ્યો છે, એ બાળ પિતાના આવાસને છોડતા જ નથી. રાત દિવસ ત્યાં જ પડે રહે છે. એમ કરતાં ઘણો સમય પસાર થઈ ગયે.
[આ વાતને સંબંધ લાંબે છે માટે વિચારતાં જવું જોઈએ. નંદિવર્ધન પાસે વિદુર આ વાર્તા કરી રહ્યો છે. આખી વાર્તા સંસારી જીવ સદાગમ સમક્ષ અગૃહીતસંકેતા, પ્રજ્ઞાવિશાલા અને ભવ્ય જીવને ઉદ્દેશી જણાવી રહ્યો છે. વાર્તા કથા માત્ર નથી પણ તત્વજ્ઞાન ભરપૂર છે. એટલે જુના પાત્ર અને જુના સંબંધોને ખ્યાલ રાખવામાં આવે તે જ વાર્તાને રસ રહી શકશે.]