________________
બાળની વિડંબના આકરી સજા કરવી જોઈએ. એ વિના એમની શાન ઠેકાણે ન આવે.
જી! સાહેબ” આપની આજ્ઞા શિરોધાર્ય. એમ હી બિભીષણ બાળીને માથાના વાળથી પકડી ત્યાંથી ઘસડી ઘસડી ઠ નીચે આંગણામાં લઈ ગયે.
વજી જેવા તીક્ષણ ખીલાવાળા લેહ રતંભ સાથે એને બાંધવામાં આવ્ય, ઉપરથી ચામડાના ચાબખાઓને મારા વિંઝાવે શરૂ થયે. ગરમ ગરમ તેલ એના શરીર ઉપર રેડવામાં આવ્યું. આ બધી વેદનાઓથી શરીરની ચામડી ઉપસી ગઈ અને તૂટવા લાગી. માંસના લોચા બહાર નિકળવા લાગ્યા. હાડકા તડ તડ અવાજ કરવા લાગ્યાં. નારક જેવી ભયંકર વેદનાઓ ભેગવતા હતા. વેદનાની ઉત્કટતાથી હૃદય દ્રાવક આકંદન કરતો હતે. છતાં બિભીષણે રાજાજ્ઞાથી આખી રાત્રી યાતનાઓ દીધે રાખી.
કરુણ આકંદન સાંભળીને અને કેટલાક પરસ્પરના મૌખિક સમાચાર જાણીને “રાજામહેલમાં શું બન્યું? એ જાણવા–જેવા નગરના ઘણાં લોકે રાજમહેલના વિશાળ ચોકમાં એકઠાં થયાં. ( બાળનું આચરણ અને એની આ દુર્દશા જોઈ નિસ્નેહી બનેલે લેકસમુહ કહેવા લાગ્યું કે “અરે! આ પાપી શું હજુ પણ જીવી રહ્યો છે?” આ પ્રમાણે આવેશથી, બેલતા અને ધૃણિત નજરથી જોતા હતા.