________________
२०२
ઉપમિતિ કથા સારદ્વાર સૂર્યના કિરણે સહન કરવામાં અસમર્થ એવી કકૂપા તે સ્ત્રી દૂર દૂર ચાલી ગઈ અને અવળું મુખ રાખી ઊભી રહી.
અશુભ પરમાણુઓની બનેલી સ્ત્રી શરીરમાંથી બહાર નિકળતાં વ્યંતર દંમ્પતીના હૃદયમાં પશ્ચાત્તાપને અગ્નિ પ્રગટ થયે, આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. એ. આંસુઓની ધારાથી હૃદયની કલિમા છેવાઈ ગઈ અને સ્વચ્છતા તેમ જ સરલતાએ સ્થાન લીધું. હૈયું જુતાથી પાવન બનતું ગયું.
આત્માની નિર્મળતા માટે ગુરૂદેવ ભગવતની સમક્ષ મુગ્ધ કુમાર અને અકુટિલાના દેવમાયાથી રૂપે બનાવી કરેલી પાપલીલાને એકરાર કર્યો. વિના સંકેચે પિતાના પાપ અક્ષરશઃ સંભળાવી દીધાં, પિતાના અધમકૃત્યેની સભા સમક્ષ કબુલાત કરી.
હે ભગવંત! હું મહાપાપી છું. અકુટિલાને ભેળવી. મારી પત્નીને પણ છેતરી. ઘણાં દિવસ સુધી મેં પરસ્ત્રી ગમનનું મહાપાપ આચર્યું. વિષાયાંધપણામાં મને કાંઈ ભાન ન હ્યું. આવા પાપમાંથી અમારે કયારે છૂટકારે થશે ? “ગરીબ ગાય જેવા જંગલવાસી રેઝ કાદવમાં ખેંચી ગયા હેય તે તે પામર તિર્યંચ બહાર કેમ નીકળે? તેમ અમે આવા અત્યંત નિંદનીય પાપમાંથી કેમ છૂટી શકીશું,' એમ કાલસે આંસુ સારતા સારતા પૂછયું. .. વિચક્ષણાએ પણ પિતાની થએલી ભૂલોની લજજાળુ