________________
ઉપમિતિ કથા સારદ્વાર નિર્ણય માટે માતા પાસે ગમનઃ
આવી પરિસ્થિતિમાં મારે શું કરવું? ઠીક ત્યાર માતાજી પાસે જાઉં. ત્યાં જઈ સ્પર્શન અને મોટાભાઈએ જણાવેલ બધી વાત જણાવી દઉં. આ વિષયમાં માતાજી શું સલાહ આપે છે, તે વિચારી એ મુજબ કરીશ. આ જાતને વિચાર કરી મધ્યમબુદ્ધિ માતાજી પાસે ગયે અને બધી વિગતનું નિવેદન કરી દીધું.
માતાએ વાત શાંતિપૂર્વક સાંભળી લઈ જણાવ્યું. વત્સ! તારે તે હાલમાં થતા જાળવવી. સ્પર્શનની વતન ન આવી જવું અને મનીષીની વાતની પણ અવગણના ન કરવી. અમુક સમય પસાર થતાં આપમેળે જ સાચા ખેટાની પરીક્ષા થઈ જશે.
પછી જે પક્ષ હિત કરનારે જણાય, આપણું અને અન્યનું જેમાં હિત દેખાય એવા પક્ષમાં ભળી જવું. અત્યારે. તે મધ્યસ્થતા ધારણ કરી બરાબર લક્ષમાં રાખવું કે ભવિષ્યમાં શું થાય છે.
બે જુદા જુદા કાર્યની કાર્ય પ્રણાલીકા માટે જ્યારે મનમાં સંશય જાગે, ત્યારે બેમાંથી કોને સ્વીકાર કરે અને કેને બહિષ્કાર કરે એ માટે અવસરની રાહ જેવી ઉચિત છે. આ વિષય ઉપર “મિથુનય–બે જોડકાંની વાત પણ આવે છે.
મધ્યબુદ્ધિ– એ “મિથુન દ્રયની” શી વાર્તા છે? સામાન્યરૂપ– સાંભળ. તને હું સંભળાવું છું.