________________
૧
મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ મનીષીની હિતશિક્ષા :
પિતાની વિદ્યમાનતામાં આ બનાવ બનતે જોઈ મનીષાને થયું કે આ યુગ્ય થતું નથી. નાને ભાઈ વિના કારણે દુઃખના દરીયામાં ડુબી જશે, એમ વિચારીને પ્રેમપૂર્વક જણાવ્યું.
હે મધ્યમ! આ સ્પર્શન સારે વ્યક્તિ નથી. બલવામાં મધુરતા છે પણ હૃદયમાં હલાહલ ઝેર ભર્યું છે. એના ઉપર સ્નેહ રાખવે ગ્ય નથી. મારી તને ખાસ આ ભલામણ છે અને સાથે સ્પર્શનના મૂળ શોધની વાત પણ જણાવી દીધી, કે જે વાત બધે પોતાના વિશ્વાસુ વ્યક્તિ શ્રી પ્રભાવ દ્વારા પ્રાપ્ત કરી હતી.
મોટાભાઈની વાત સાંભળી મધ્યમ બુદ્ધિ તે વિચારમાં પડી ગયે. અરે ! મોટાભાઈ આ શું કહે છે ? સ્પર્શનની યોગશક્તિ મેં નજરે જોઈ અને એના બળે સુકે મળ પદાર્થોના સ્પર્શથી મને અત્યંત સુખને અનુભવ થાય છે. આ વાત સ્વાનુભવ સિદ્ધ છે. ' પ્રત્યક્ષ વાતની જેમ સ્વાનુભવસિદ્ધ વાતેમાં શંકા જેવું હોતું નથી. અને મોટાભાઈ મનીષી કદી અસત્ય બોલતા નથી. મારા ઉપર એમને ઘણે પ્રેમ છે. મારા હિતનું ધ્યાન રાખનાર છે. મોટાભાઈ ખુંટી સલાહ આપે એ પણ માની શકાય તેવી વાત નથી. આ બે વાતમાં સર્વથા સત્ય શું છે? આ પ્રત ઘણે મુંઝવણ ભર્યો અને વિકટ બની ગયે.