________________
સ્પર્શન કથાનક
રાગકેશરી પિતાજીના આગ્રહ આગળ વધુ ન બોલી શક્યા. તેથી એમણે ફરીથી વિનંતિ કરી, હે તાત! આપ યુદ્ધમાં જાઓ તે હું પણ યુદ્ધમાં આવીશ. હું આપના વિના અહીં રહેવાનું નથી. જ્યાં પિતાજીના ચરણે ત્યાં હું.
શ્રી મહામહે જણાવ્યું, “ભલે! એમ થ.અમે પણ તને એકલાને અહીં મૂકવા રાજી નથી. તારો વિરહ મને પણ સાલ્યા કરે. એટલે તું પણ સાથે ચાલ. આ આજ્ઞા સાંભળી રાગકેશરી ખુશ થઈ ગયા.
ત્યારબાદ શ્રી રાગકેશરી રાજા, એમના પિતા શ્રી મહામહ અને મહાઅમાત્ય શ્રી વિષયાભિલાષ વિગેરેથી સહિત વિશ્વને કંપાવનારા પિતાના સત્ય સાથે સંતેષને નાશ કરવા રવાના થાય છે.
હે મુસાફર! આ પ્રમાણે અમારા રાજવીશ્રીના પ્રયાણનું કારણ છે તને ખ્યાલ આવી ગયેને?
તને વાત જાણવાની ઘણી ઈચ્છા હતી. તારા મનમાં -ઘણું કુતુહળ થતાં હતાં, એ જોઈને મેં આ બધું તને જણુવ્યું છે. મારી તે સૈન્યના આગલી હરેળના અધિપતિ તરીકે નિમણુંક થએલી છે. મને સમય પણ કયાંથી મળે? તારી ઉત્કટ જિજ્ઞાસા હતી એટલે જણાવ્યું છે. ' મેં આ વિગત જણાવવા બદલ આભાર માન્ય, નમસ્કાર કર્યો અને એ પિતાના કામમાં જોડાઈ ગયે.
મને વિચાર કર્યો કે, જે કાર્ય માટે હું અહીં આવ્યા હને તે રાજકાર્ય વિપાકના સાથે થએલ વાર્તાલાપથી પૂર્ણ ચાય છે.